મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા યુનિવર્સિટીના 45માં વર્ષમાં સ્થાપના દિનની વિશેષ ઉપલક્ષમાં વિવિધ ક્ષેત્રે વર્ષ 2022-23 દરમિયાન સ્પોર્ટ્સ, સંસ્કૃતિક, એન.એસ.એસ., એન.સી.સી તેમજ સાહસિક પ્રવૃત્તિઓમાં વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય તથા યુનિવર્સિટીને આંતર યુનિવર્સિટીને આંતર યુનિવર્સિટી, નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ ગૌરવ અપાવ્યું હોય તેવી પ્રતિભા ધરવાત તથા પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થયેલા વિધાર્થી ભાઈઓ-બહેનોને મેડલ અને ઇનામથી સન્માનિત કરવા માટે યુવા પ્રતિભા સમારોહનું આયોજન કરેલ હતું જેમાં બોટાદ જિલ્લાના ગઢડાની જે.સી.કુમાર અપ્પા કોલેજના બી.આર.એસ ના વિદ્યાર્થી જાદવ ઉત્તમભાઈ મહેશભાઈને સૌથી વધુ માર્ક મેળવી ઉત્તીર્ણ થવા બદલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી તરફથી ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો.એમ.એમ.ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં શા.શી નિયામક ડો.દિલીપસિંહ ગોહિલ, કુલસચિવ ડો.કૌશિક ભટ્ટ તેમજ ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહજી અને લોકસાહિત્યકાર માયાભાઈ આહીર ની વિશેષ ઉપસ્થિત તેમજ રાજકીય પ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો અને વિદ્યાર્થીઓની હાજરીમાં સંપન્ન કરવામાં આવ્યો હતો.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો