BREAKING

સાત માસ પૂર્વે સિંધી વેપારીના અપહરણ મામલે પાંચ ઈસમોને આજીવન કેદની સજા ફટકારતી ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ.


ગત તારીખ 3/5/2021ના રોજ પાલીતાણાના સદવિચાર હોસ્પિટલ પાછળ સિંધી વેપારી શ્યામલ અછતમલ છાબડાનું કારમાં બેસાડી કેટલાક ઇસમો દ્વારા અપહરણ કરી તેમને જુદી-જુદી જગ્યાએ લઈ જઈ તેમની પાછળ 40 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જે વેપારીએ કાલે પૈસા આપી દેવાનું કહેતા તેને છોડી મુકવામાં આવ્યા હતા. 

જે અંગે પાલિતાણા ટાઉન પોલીસ મથકના પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ ફરિયાદના આધારે પોલીસે દિગ્વિજયસિંહ સરવૈયા, પરાક્રમસિંહ ઝાલા, મનહરસિંહ ગોહિલ, જયરાજ અને માલદેવસિંહ ગોહિલ નામના ઈસમને ઝડપી લીધા હતા અને તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનામાં તપાસનીશ અધિકારીને પણ આ ઈસમો દ્વારા ટેલીફોન પર ધમકી આપવામાં આવી હતી.જે અંગેનો કેસ ભાવનગરનાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ આર.પી વચ્છાણી ની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વિપુલ દેવમુરારી ની દલીલો તેમજ સાક્ષી પુરાવાઓને ધ્યાનમાં રાખી કોર્ટે પાંચે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો