BREAKING

- વિશ્વમાં દર વર્ષે 13.5 લાખ લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે, પાંચ કરોડ ઈજાગ્રસ્ત બને છે : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો અહેવાલ

દેશમાં પાંચ લાખ જેટલાં અકસ્માતો દર વર્ષે નોંધાય છે. લાખો લોકો અકસ્માતમાં ઈજાગ્રસ્ત બને છે. 

માર્ગ અને પરિવહન મંત્રાલયના આંકડાં પ્રમાણે દેશમાં વાહન અકસ્માતોના કારણે ૧.૪૭ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. જે જીડીપીના ૦.૭૭ ટકા થાય છે. અકસ્માતોનો ભોગ બનેલામાંથી ૭૬.૨ ટકા લોકોની વય ૧૮થી ૪૫ વર્ષની હતી. મોટાભાગના અકસ્માતોમાં દ્વિચક્રી વાહનો હતા અને અધિકતર અકસ્માતો ઓવરસ્પીડથી થયા હતા.

દેશમાં છેલ્લાં ત્રણ વર્ષમાં માર્ગ અકસ્માતોમાં ૭૨ હજાર રાહદારીઓનાં મોત થયા હતા. ભારતમાં દર વર્ષે દોઢ લાખ કરતાં વધુ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. દેશમાં પાંચ લાખ જેટલાં અકસ્માતો દર વર્ષે નોંધાય છે. લાખો લોકો અકસ્માતમાં ઈજાગ્રસ્ત બને છે.


તેમજ રાહદારીઓ અકસ્માતનો ભોગ બને છે તે પાછળના કારણો તપાસાયા હતા. એમાં જણાયું હતું કે મોટાભાગના મોટા શહેરોમાં ફૂટપાથ માત્ર નામની હોય છે. 

એમાંથી વાહનો પસાર થાય છે. સામાન્ય રીતે ફૂટપાથ રસ્તાથી ઊંચી અને થોડીક પહોળી હોવી જોઈએ, પરંતુ ટાઉનપ્લાનિંગની ગરબડોના કારણે ફૂટપાથની જગ્યા બહુ જ ઓછી ફાળવવામાં આવે છે, તેના કારણે રાહદારીઓએ ફરજિયાત મુખ્ય રસ્તા પર ચાલવું પડે છે અને એ તેમના માટે જોખમી સાબિત થાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો