BREAKING

પાલિતાણા શક્તિનગર માં મહિલાને જીવતી સળગાવાઈ હતી, જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું.

કૂતરાનું નામ રાખવા જેવી સામાન્ય બાબતે 7થી 8 લોકોએ મહિલાના ઘરમાં ઘૂસી મહિલાને જીવતી સળગાવવામાં આવી હતી, જે મહિલાનું પાંચ દિવસ બાદ ભાવનગર ની સરટી હોસ્પિટલ માં મોત નીપજયું છે.



ભાવનગર શહેર અને જિલ્લામાં ગુનેગારો બેફામ બન્યા છે, ત્યારે પાલિતાણામાં કાયદાના ડર વિના બેફામ બનેલા માથાભારે શખસોએ ન જેવી બાબતમાં 6 વર્ષના દીકરાની નજર સામે તેની માતાને જીવતી સળગાવી દીધી હતી.પાલિતાણાના શક્તિનગર વિસ્તારમાં રહેતાં નીતાબેન જયન્તીભાઈ સરવૈયાને ગત તા.20 ડીસેમ્બર ના રોજ તેમના પાડોશમાં રહેતા ઘેલા આલગોતર, સુરા આલગોતર, રાજુ ગલાણી સહિત 7થી 8 લોકોએ બપોરે 1 વાગ્યાના અરસામાં તેમના ઘરે ઘૂસી ઘરમાં રાખેલું કેરોસિન છાંટી સળગાવી દેવામાં આવ્યાં હતાં.બનાવ સમયે ઘરમાં તેમના 6 વર્ષનો દીકરો નંદરાજ ઘરે હતો, જેની સામે જ તેની માતાને જીવતી સળગાવી દેવામાં આવી હતી. ગંભીર રીતે દાઝેલાં નીતાબેનને પ્રથમ માનસિંહજી હોસ્પિટલ પાલિતાણા બાદ ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં આજે મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કવ 5 મહિના બન્ને પાડોશીઓની મહિલાઓ વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો, જેનું સમાધાન પણ થઈ ગયું હતું. પરંતુ નીતાબેનના પરિવારે જર્મન શેફર્ડ બ્રીડનું એક કૂતરું લાવ્યા હતા જેનું નામ તેમણે સોનું રાખ્યું હતું અને હુમલો કરનારા લોકોમાંથી સુરાભાઈની પત્નીનું નામ સોનું હતું, તેથી આ લોકોએ સોનું નામ રાખ્યું હોવાથી આ હુમલો કર્યો હોવાનું મહિલાના પરિવારજનોએ જણાવ્યું હતું.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો