બનાવની જાણવા મળતી વિગતો અનુસાર રાણપુરના મેઘાણીનગરમાં રહેતા અને કન્ટ્રક્શનનો વ્યવસાય કરતા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ દિપકભાઇ દિનેશભાઇ મકવાણાએ રાણપુર પોલીસ મથકમાં રામા બોળીયા, લાલા બોળીયા, ભીમ બોળીયા (રે.તમામ બોટાદ) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ગઇકાલે બપોરે ૩.૩૦ કલાકના અરસા દરમિયાન રાણપુરના પાળિયાદ ત્રણ રસ્તા પાસે આવેલ વૃંદાવન હોટલે તેઓ રફીકભાઇ નામના સાહેદ સાથે બેઠા હતા તે વેળાએ તેઓએ રેતીની લીઝ મેળવવા માટેની અરજી કરેલ હોય જે ભીમ બોળીયાને ગમતી વાત ન હોય જેથી કાવતરૂ રચી તેઓના કહેવાથી રામા અને લાલાએ કારમાં આવી તેઓને લોખંડના પાઇપ વડે આડેધડ માર મારી બન્ને પગ ભાંગી નાખી લાલાએ છરી કાઢી તેઓના હાથના ભાગે મારી દઇ એક તો ખુન મે કરેલું છે અને આજ તો તને પતાવી દેવો છે, મારા કાકા ભીમ બોળીયાએ રેતીની લીઝની ના પાડેલ છે.
તો પણ અરજીઓ કરે છે તેમ કહી તેઓની જ્ઞાતિથી અપમાનિત કરી તેઓએ ગળામાં પહેરેલ ચાર તોલાનો ચેન આચકો મારી તોડીને લઇ જઇ બન્નેએ હવે રેતીની લીઝનો ધંધો કરીશ તો તારા આખા પરિવારને જાનથી મારી નાખીશું તેમ કહી ધાક-ધમકી આપી હતી. ઉક્ત ફરિયાદ અનુસંધાને પોલીસે ત્રણેય શખ્સ વિરૂદ્ધ આઇપીસી ૩૯૪, ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૨૦ એક્ટ ૧૩૫ તેમજ અનુસૂચિત જાતિ અને અનુ.જન જાતિ પ્રતિબંધ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો