BREAKING

અમદાવાદમાં રવિવારે કોરોના સંક્રમણમાં આંશિક ઘટાડો નોંધાવા પામ્યો હતો.રવિવારે શહેરમાં કોરોનાના નવા ૫૨ કેસ નોંધાયા હતા.

કોરોનાથી એક પણ મોત થયુ નથી.વીસ દર્દી સાજા થતા તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.શહેરમાં કોવિડ ડેઝિગ્નેટેડ જાહેર કરવામાં આવેલી ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દસ જેટલા દર્દી સારવાર હેઠળ છે.થલતેજ વોર્ડમાં અર્હમ બંગલોઝના ત્રણ મકાનના બાર લોકો કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.

અમદાવાદમાં શનિવારે કોરોનાના ૬૧ કેસ નોંધાયા હતા.રવિવારે નવા ૫૨ કેસ નોંધાવા પામતા માર્ચ-૨૦૨૦થી ૨૬ ડીસેમ્બર સુધીમાં કોરોનાના કુલ ૨,૩૮,૫૧૩ કેસ નોંધાવા પામ્યા છે.માર્ચ-૨૦૨૦થી શહેરમાં ૨,૩૫,૪૦૯ લોકો કોરોના મુકત થયા છે.અત્યાર સુધીમાં શહેરમાં ૩૪૧૨ લોકો કોરોના સંક્રમિત થવાથી મૃત્યુ પામ્યા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની એસ.વી.પી.હોસ્પિટલમાં ૨૬ ડીસેમ્બરની સ્થિતિએ કોરોનાના ૧૩ અને ઓમિક્રોનના ચાર એમ કુલ સત્તર દર્દી સારવાર હેઠળ છે.રવિવારે થલતેજ વોર્ડમાં અર્હમ બંગલોઝના ત્રણ મકાન કોરોના કેસને ધ્યાનમાં રાખી મ્યુનિ.તંત્રે માઈક્રોકન્ટેઈન્મેન્ટ  જાહેર કરતા અમદાવાદમાં હવે કુલ ચાર સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.

૨૧ ડીસેમ્બરથી ૨૬ ડીસેમ્બર સુધીના છ દિવસમાં શહેરમાં કોરોનાના ૨૧૬ કેસ નોંધાયા છે.રવિવારે ૨,૧૦૦ લોકોને કોરોના રસીનો પહેલો ડોઝ તથા ૧૦,૫૨૬ લોકોને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવતા કુલ ૧૨૬૨૬ લોકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી.

રવિવારે શહેરમાં નોંધાયેલા કોરોનાના નવા બાવન કેસ પૈકી સૌથી વધુ ૧૫ કેસ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં નોંધાયા હતા.પશ્ચિમ ઝોનમાં દસ કેસ નોંધાયા હતા.

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આઠ કેસ નોંધાયા હતા.પૂર્વ ઝોનમાં ત્રણ કેસ,દક્ષિણ ઝોનમાં એક કેસ તથા મધ્યઝોનમાં બે કેસ નોંધાયા હતા.ઉત્તરઝોનમાં એક પણ કેસ નોંધાયો નહોતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો