તળાજા નોકરીયાત સોસાયટી માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-૪૪૦ તથા બીયર ટીન નંગ-૩૩૯ મળી કુલ કિ.રૂ.૩,૬૦,૩૩૫/-ના મુદ્દામાલ ઝડપી લેતી તળાજા પોલીસ ટીમ
તળાજા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે તળાજા નોકરીયાત સોસાયટીમાં રહેતા કુલદીપસિંહ વિજયસિંહ જાડેજા પોતાના રહેણાક મકાનમાં આવેલ ઓરડીઓમાં પોતે તેમજ કિશનભાઇ ઉર્ફે શીબો હિતેશભાઇ કાશીયાણી નાઓએ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઉતારી વેચાણ કરે છે જે બાતમી આધારે રેઇડ કરતા તેના કબ્જા ભોગવટામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-૪૪૦ કિ.રૂ.૩,૨૬,૪૩૫/- તથા બીયર ટીન નંગ-૩૩૯ કિ.રૂ.૩૩,૯૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ મુદામાલ કિ.રૂ.૩,૮૫,૩૩૫/-સાથે કુલદીપસિંહ જાડેજાને ઝડપી લીધો હતો.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો