તસ્વીર-મથુર ચૌહાણ-બોરડા
૫૪ વર્ષ જૂનો પુલ છે, આ બાબતે ગ્રામજનોએ તેમજ સરપંચે લેખિતમાં માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત પણ કરેલ છે
તળાજાના દાઠા ગામ પાસે આવેલ બગડ નદી ઉપરનો પુલ અત્યારે એકદમ ધરાશાયી થતાં ગ્રામજનો ભયભીત થયા, પ્રાપ્ત થઇ રહેલ માહિતી મુજબ આ પુલ વર્ષો જૂનો હોવાથી ધરાશાયી થયો હોવાનું જણાઈ રહ્યું છે, આ પુલ દાઠા, ઉંચા કોટડા, નીચા કોટડાને જોડતો પુલ છે, આ પુલ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનોની અવર-જવર રહેતી હોય છે, આજે સાંજના સમયે પુલ પરથી હેવી લોડિંગ ડમ્ફર પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન આ પુલ એકદમ બેસી ગયો હતો જોકે સદનસીબે કોઇ મોટી દુર્ઘટના થઈ ન હતી, દાઠા ગામ ના સરપંચ અને ગ્રામજનો દ્વારા વર્ષો જૂના પુલનું રી-ડેવલોપમેન્ટ કરવા માટે માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા ધ્યાન ન અપાતા પુલ ધરાશાયી થયો હોવાનું ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે, હાલ પુલની બંને સાઇડ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને વાહનોની અવરજવરને સંપૂર્ણ પણે બંધ કરી દેવામાં આવી છે.


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો