BREAKING

ઘોઘા તાલુકાના કુકડ કલસ્ટરની પ્રાથમિક શાળા ખાતે કલા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી


ઘોઘા તાલુકાના કુકડ કલસ્ટરના સીઆરસી કૉ. ઓડીનેટર જયપાલ સિંહ. ડી.ગોહિલ ના માર્ગદર્શન નીચે 13 પ્રાથમિક શાળા ના 52 જેટલા વિદ્યાર્થીઓ એ જુદી -જુદી જેવી કે ચિત્ર,નિબંધ,કાવ્યગાન અને વકૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
કુકડ કલસ્ટરની પ્રાથમિક શાળા  શૈક્ષણિક કોઈપણ ઉત્સવ અને મેળા માં મોખરે રહેછે,ત્યારે આ વખતે પણ તાલુકા અને જિલ્લા કક્ષાએ પણ કુકડ કલસ્ટરના વિદ્યાર્થીઓ વિજેતા બને તે માટે શુભેચ્છાઓ આપી હતી.
  સીઆરસી જયપાલસિંહ ગોહિલ એ એકદમ સરળ ભાષામાં પોતાના પ્રવચનમાં  સ્થાનિક સ્વતંત્ર સંગ્રામના સેનાનીઓ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની વાતો કરી વિદ્યાર્થીઓને આઝાદીની લડતમાં ગુજરાતનું આગવું મહત્વ સમજાવ્યું હતું,વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો જયપલાલ ગોહિલે કરેલ અનેક વાતો રોચક લાગી હતી.
આ કાર્યક્રમ સફળ બનાવવા માટે કુકડ કે.વ શાળાના આચાર્યશ્રી તેમનો સમગ્ર સ્ટાફ ખૂબ જ જહેમત ઉઠાવી હતી,તેમજ કુકડ કલસ્ટરના શિક્ષકો અને નિર્ણાયકો હાજર રહ્યા હતા,તેમજ આવેલ તમામનો જયપાલસિંહ ગોહિલે હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો