BREAKING

ઘોઘા જૈન સંઘ શેઠ કાળા મીઠા પેઢી ચાતુર્માસ લાભાર્થી પરિવાર દ્વારા ઘોઘાની તમામ શાળામાં સ્કુલ બેગ અને બુકનું વિતરણ કરાયું


ઘોઘા જૈન સંઘ શેઠ કાળા મીઠા પેઢી ચાતુર્માસ લાભાર્થી પરિવાર દ્વારા ઘોઘા ખાતે આવેલ કેન્દ્રવર્તીશાળા,કન્યાશાળા,ઘોઘા ઈંગ્લીશ સ્કુલ,સેન્ટ મેરિસ સ્કુલ,મચ્છીવાડા બ્રાન્ચ શાળા નંબર-2,અને કસ્બા સ્કુલ સહિતની શાળામાં અભ્યાસ કરતા બાળકોને 3500 થી વધુ સ્કુલ બેગ અને વિધાર્થી દીઠ 4 નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું,બેગ અને નોટબુક મળતા વિધાર્થીઓમાં એક અલગ પ્રકારની ખુશી સાથે સ્મિત જોવા મળ્યું હતું
આ વિતરણ કાર્યક્રમમાં રજનીભાઈ શાહ,ભરતભાઈ પારેખ,હરેશભાઈ ગાંધી,અંકુરભાઈ પારેખ,સંજયભાઈ પારેખ,પંકજભાઈ શાહ અને હિરેનભાઈ પારેખ સહિતના જૈન સમાજના આગેવાનો જોડાયા હતા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો