BREAKING

અમદાવાદ: કોટક મહેન્દ્ર બેન્ક માં મહિલા કેશિયરના વર્તન સામે રોષની લાગણીઓ,ઉચ્ચ કક્ષાએ કરાયેલ રજુઆત.


અમદાવાદ કોટક મહેન્દ્ર બેન્ક માં મહિલા કેશિયર ના ગ્રાહક સાથે ના વર્તન સામે રોષની લાગણીઓ ફેલાવા ઉચ્ચ અધિકારી સમક્ષ રજુઆત કરવામા આવી છે.
સીજી રોડ પર રેમબ્રાન્ડ્ન્ટ બિલ્ડીંગ મા આવેલ મહિલા કેશિયર મોઢા ઉપર માસ્ક પહેર્યા વિના ફરજ બજાવતા હોય છે અને ગ્રાહક કેશિયર કાઉન્ટર ઉપર પૈસા જમા કરાવવા આવતા સાવ ફ્રી હોવા છતા તાડૂકી ને જવાબ આપી વેઇટ કરવા કહે છે.
આ અંગે કાંઇ પણ કહો તો પહેલા તમિઝ શિખો એવી વણમાંગી સલાહ પરખાવતા હોય બેન્ક સાથે ના રોજીંદા ગ્રાહકોમા રોષની લાગણીઓ ફેલાવા પામી છે.
આ મહિલા કેશિયર ના વર્તન અંગે રીજ્યોનલ હેડ  અધિકારી રાણક
શેતલવાડ ને રજુઆત કરી કેશિયર કાઉન્ટર ઉપર ટોકન સિસ્ટમ દાખલ કરવા અને મજકુર મહિલા કેશિયર ને ગ્રાહકો સાથે સભ્યતા પૂર્વક વર્તન કરે એમ તમિઝ શિખવવા ની માંગણી કરવામાં આવેલ છે..

રિપોર્ટર-પ્રદીપ ચાવડા
અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો