લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ ભાવનગર જિલ્લામાં મહેર કરી છે, પરંતુ સાથે સાથે અમુક ક્યાંક કહેર પણ જોવા મળી રહ્યો છે.
પાલીતાણા/વિશાલ સાગઠિયા
પાલીતાણા તાલુકાના મોટી રાજસ્થળી તરફ જવાના રસ્તા પર આજે એક્ટીવા સ્કુટર લઇને પસાર થઇ રહેલા માતા અને બે બાળકો અચાનક ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયા હતા. જોકે માતાનો આબાદ બચાવ થયો હતો પરંતુ દસ વર્ષની પુત્રી અને અઢાર વર્ષનો પુત્ર ધસમસતા પાણીના પ્રવાહમાં ગરકાવ થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિકો ત્યાં દોડી ગયા હતા અને સ્થાનિક પ્રશાસનને જાણ કરવામાં આવી હતી જેને લઇ પાલીતાણા નગરપાલિકા ફાયર વિભાગ, પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તણાયેલા પુત્ર અને પુત્રીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે વહેલી સવારે બનેલી ઘટના બાદ કલાકોની જહેમત છતાં પણ હજુ બંનેનો કોઈપણ પ્રકારનો પત્તો લાગ્યો.



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો