BREAKING

ગઢડાની ભકતરાજ દાદા ખાચર કોલેજમાં યોજાઈ મેઘાણીના ગીતોની સ્પર્ધા યોજાઈ

તા. ૦૩/૦૯/૨૦૨૧નાં રોજ ગઢડાની ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કોલેજનાં NSS વિભાગ તથા ગીત-સંગીત ધારાનાં સંયુક્ત ઉપક્રમે 'આઝાદીનાં અમૃત મહોત્સવ' નિમિત્તે રાષ્ટ્રીય ઝવેરચંદ મેઘાણી લિખિત અને સંપાદિત ગીતોનાં ગાનની સ્પર્ધા યોજવામાં આવી હતી.
આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ મેઘાણીનાં ગીતો પ્રસ્તુત કર્યા હતા. સ્પર્ધામાં પ્રથમ ક્રમે રિદ્ધિ પરમાર, દ્વિતીય ક્રમે દર્શિકા જાદવ અને તૃતીય ક્રમે જિગ્નેશ ડાભી વિજેતા થયાં હતાં.સાજીંદાઓ તરીકે વિપુલભાઈ અને ભૂભાભાઈએ સેવા આપી હતી.
 સ્પર્ધાનાં નિર્ણાયક તરીકે લોકગાયક શાન્તિદાસબાપુ દાણિધારિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી સીમાબેન રાઠોડ, સપ્તધારા સંયોજક ડૉ. મહેશ્વરી રવિયા અને ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ ડૉ. વિરેનકુમાર પંડયાએ સેવા આપી હતી.
 કાર્યક્રમનાં પ્રારંભે આચાર્યશ્રી ડૉ. સેંજળિયાસાહેબે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમની આભારવિધિ ઈતિહાસ વિભાગનાં અધ્યક્ષ ડૉ. કોઠારીસાહેબે કરી હતી. 
આ તકે પ્રાંત યુવા અધિકારી શ્રી દિનેશ દિહોરા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન ગીત-સંગીત ધારાનાં સંયોજક ડૉ. હિતેષકુમાર કૂબાવત અને NSS કાર્યક્રમ અધિકારી ડૉ. વિરેનકુમાર પંડયાએ કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન હિન્દી વિભાગનાં અધ્યક્ષ ડૉ. વિષ્ણુભાઈ જોગરાણાએ કર્યું હતું.






ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો