BREAKING

પ્રભુદાસ તળાવ વિસ્તારમાં યુવકની તિક્ષ્ણ હથિયારોના ઘા મારી હત્યા


તસ્વીર સૌજન્ય-વિશાલ રાઠોડ

ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં આવેલ ટેકરી ચોક પાસે જુના બંબાખાના કમ્પાઉન્ડમાં યુવકની તિક્ષ્ણ હથિયારોના ઘા મારી હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

તસ્વીર સૌજન્ય-વિશાલ રાઠોડ


ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં આવેલ ટેકરી ચોક માં જુના બંબાખાના કમ્પાઉન્ડમાં એક યુવકની તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને હત્યા કરી દેવાઈ હોવાની જાણ પોલીસને થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તાપસ હાથ ધરી હતી. જુના બંબાખાના કમ્પાઉન્ડમાં પાછળના ભાગે એક યુવકની દક્ષિણ હથિયારના ઘા મારી હત્યા નિપજાવી દેવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી, જે અંગે પોલીસે તપાસ કરતા આ યુવક સંજય ઉર્ફે કચોરી કાનજીભાઈ બારૈયા હોવાનું જાણવા મળ્યું હતું તેના શરીર પર અસંખ્ય તીક્ષ્ણ હથિયારોના ઘા મારેલા જોવા મળ્યા હતા , જેથી પોલીસે લાશનો કબજો મેળવી તેના પીએમ માટે ખસેડી બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો