BREAKING

ઘોઘા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદારના મનસ્વી વર્તનથી ગ્રામજનો ત્રાહીમામ

ઘોઘા મામલતદાર કચેરીમાંથી આવકનું પ્રમાણપત્ર મેળવવા જરુરી દસ્તાવેજી પુરાવામાં એટીવીટી નાયબ મામલતદાર જયદેવસિંહ ગોહિલ (જે.પી.)પોતાના મનસ્વી અર્થઘટન કરી દર્શાવ્યા મુજબનું આવક નું પ્રમાણપત્ર નહી આપતા હોવાથી ગ્રામજનો ત્રાહીમામ પોકારી ઉઠતા ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરી આ કર્મચારી વ્હેલીતકે પોતાનો મનસ્વી વહિવટ સુધારે એવી જબ્બર માંગણીઓ ઉઠવા પામી છે.
ઘોઘામાં અસંખ્ય મહિલા અરજદારો વિધવા સહાયની આવક ઉપર જ પોતાનો જીવન નિર્વાહ ચલાવે છે .તેવા અરજદારો ગ્રામપંચાયતમાંથી 45 હજાર ની આવકનો દાખલો લઈ આવતા આ દાખલો માન્ય નહી રાખી વાર્ષિક 60 હજાર થી ઉપર ની આવક હોવાનો દાખલો લઈ આવવા હઠાગ્રહ રાખી આવકનું પ્રમાણપત્ર કાઢી ન આપતા હોય આ અંગે ઘોઘા મામલતદાર શ્રી સમક્ષ ચિંતાભરી રજુઆતો કરવામાં આવતા તેમના દ્વારા આ અંગે ઘટતી કાર્યવાહી કરી સમસ્યા હલ કરવાની ખાત્રી આપવામાં આવેલ. 
ત્યારે આવા બેજવાબદાર અને મનસ્વી પણે વહિવટ ચલાવતા આ કર્મચારી સામે ભૂતકાળમાં પણ પારાવાર ફરિયાદો ઉઠવા પામેલ ત્યારે છેક ગાંધીનગર સચિવાલય સુધી રજુઆતો કરવામાં આવેલ હોય આ કર્મચારી પોતાની કાર્યપ્રણાલી માં સુધારો કરી ગ્રામજનો ને પડતી તકલીફો નો સત્વરે અંત લાવે તે જરુરી છે.

ઘોઘા મામલતદારશ્રી ગઢવી સાહેબની સરાહનીય કામગીરી.
ઉપરોક્ત કર્મચારી ની કાર્યપ્રણાલી સામે ઉઠવા પામેલ ફરિયાદ સંદર્ભે અરજદારને પોતાની ચેમ્બરમાં રુબરુ બોલાવી જરુરી પુછપરછ કરી અરજદારની રજુઆત સનાતન સત્ય જણાઇ આવતા માનવિય અભિગમ દાખવી સંબંધિત અરજદારને તાકીદે અરજદાર માગ્યા મુજબની આવકનું પ્રમાણપત્ર કાઢી આપી સરાહનીય કાર્યપ્રણાલીનું જીવંત ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ..

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો