BREAKING

માઇનિંગ ના ટ્રકો તલ્લી ગામમાંથી પસાર થતા હોય લોકો ને ભારે મુશ્કેલી.




ભાવનગર જિલ્લાના તળાજા મહુવા તાલુકાના તલ્લી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જ્યારથી અલ્ટ્રાટેક કંપની દ્વારા માઇનિંગ ચાલુ કરવામાં આવ્યું છે ત્યારથી સતત ને સતત કોઇને કોઇ પ્રકારનો વિવાદ જોવા મળી રહ્યો છે. જોકે માં માઇનિંગ શરૂ થઇ ગયા બાદ પણ કંપની દ્વારા લોડીંગ ટ્રક ગામની વચ્ચેથી પસાર કરવામાં આવી રહ્યા છે, જેને લઇને ગામલોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. જે બાબતે આજે કલેકટર દ્વારા ગામના પ્રતિનિધિ મંડળને સમય આપવામાં આવ્યો હોય પ્રતિનિધિ મંડળ કનુભાઈ કલસરિયાની આગેવાનીમાં કલેકટર કચેરી આવી પહોંચ્યું હતું.

ગામમાંથી પસાર થતા ટ્રકો થી લોકો પરેશાન

ભાવનગર જિલ્લાના મહુવા અને તળાજા ગ્રામ્ય વિસ્તારમાં તલ્લી ભાંભર સહિતનાં ગામડાઓમાં અલ્ટ્રાટેક કંપની દ્વારા કરવામાં માઇનિંગ કરવામાં આવી રહ્યો છે, જોકે માઇનિંગ માટે જમીન સંપાદન કરવામાં આવી ત્યાર થી લઇ તેનો સતત ને સતત વિરોધ થઈ રહ્યો છે. જોકે વિરોધ વચ્ચે પણ કંપની દ્વારા માઇનિંગ શરૂ કરી દેવાયું છે. પરંતુ આ માઇનિંગની કામગીરી સરકારના નિયમોને નેવે મૂકીને કરાઈ રહી હોય તેઓ ગામલોકો દ્વારા આક્ષેપ કરાયો છે. માઇનિંગ સ્થળેથી લોડીંગ ટ્રક ગામની વચ્ચેથી પસાર થતા હોય જે નિયમ વિરુદ્ધ છે, નિયમ મુજબ આ ટ્રકને ગામની બહાર 200 મીટર દૂરથી જુડૉ રસ્તો કરી અને પસાર કરવાના હોય છે. આમ છતાં પણ આ ટ્રક દિવસ દરમિયાન ગામની વચ્ચેથી પસાર થતા હોય જેને લઇને ગામમાં અકસ્માત થવાની ભીતિ સેવાઇ રહી છે. આ ઉપરાંત ટ્રકો પસાર થવાના કારણે ધુળની ડમરીઓ સતત વધતી રહી હોય ત્યાં લોકોને ધૂળની ડમરીના કારણે અનેક બિમારીઓ થવાની પણ તકલીફો વધી છે.

આવા સંજોગોમાં ગામલોકો દ્વારા આ ટ્રક ગામ માંથી પસાર ન થાય તે માટે અનેકવાર વિરોધ કર્યા અને તંત્રને રજુઆત કરાઈ હોય જેને લઇને ગમના પ્રતિનિધિ મંડળને કલેકટર દ્વારા આજે સમય આપવામાં આવ્યો હોય ત્યારે ગામનું પ્રતિનિધિમંડળ પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયા અને તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયા ની આગેવાનીમાં

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો