કોરોના ગાઈડ લાઇન પ્રમાણે ધાર્મિક કાર્યક્રમનું આયોજન, શહેરભરમાં સકળ સંઘને શેષનું વિતરણ દેરાસરથી કરાશે
વિપુલ બારડ/ભાવનગર
શહેરના ક્રેસન્ટમાં આવેલ સીમંધરસ્વામી અને ઘંટાકર્ણ મહાવીર દેવના પ્રસિદ્ધ દેરાસરની સ્થાપના પ.પૂ. દુર્લભસાગર સુરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી થયેલ છે. આ દેરાસરની 31મી સાલગીરી જેઠ સુદી -દશમને રવિવાર તા. 20 જુનના ઉજવાશે. આ પ્રસંગે કોરોના ગાઈડલાઈનને અનુરૂપ ધાર્મિક કાર્યકમો આયોજીત કરાયા છે.
અહીં બિરાજતા સાધ્વીજી મયણયશાશ્રીજી મ.સા.ના દીક્ષા પર્યાયના 62 વર્ષ નિમિતે તા.18 જૂને સવારે 7 કલાકે શક્રસત્વ અભિષેક થશે. 10 વાગે પંચ કલ્યાણક પૂજા ભણાવાશે. તા.19 જૂને સવારે 7.30 કલાકે દરેક પ્રભુજીને અઢાર અભિષેક કરવામાં આવશે. રવિવાર તા.20 જુનના સવારે 8.01 કલાકે દરેક શિખર પર ધ્વજા રોહણ આદેશ લેનાર પરિવાર દ્વારા કરવામાં આવશે. ત્રણેય દિવસ પ્રભુજીને ભવ્ય આંગી રચવામાં આવશે. દેરાસર પરથી સકળ સંઘને સંઘ શેષનું વિતરણ શેઠ ડોસાભાઈ અભેચંદની પેઢીના સાધારણ કાર્ડ ઉપર રવિ, સોમ બે દિવસ કરવામાં આવશે. દરેકે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સાથે કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો