BREAKING

કોરોના રસીકરણના બીજા તબક્કામાં બોટાદ જિલ્લા ક્લેકટરશ્રી વિશાલ ગુપ્તાએ રસી મૂકાવી


સમગ્ર રાજયમાં કોવીડ સામે રક્ષણ આપતી રસી આપવાના બીજા તબક્કાનો શુભારંભ થયો છે. જે અન્‍વયે બોટાદ જિલ્‍લામાં પણ કોરોના વિરૂધી રસીકરણના બીજા તબક્કાનો શુભારંભ થયેલ છે. બીજા તબક્કામાં બોટાદ જિલ્લા ક્લેકટરશ્રી વિશાલ ગુપ્તાએ આ રસી મૂકાવી હતી. કલેકટરશ્રી વિશાલ ગુપ્‍તાએ જનતાને અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, કોરોના વિરોધી આ રસી સુરક્ષિત અને સલામત છે તેમજ સૌ કોઈએ આ રસી લેવી જોઈએ. આ રસીની કોઇ આડ અસર થતી ન હોવાનું જણાવી પ્રજાને આ રસી સુરક્ષિત અને સલામત હોવા અંગેનો સંદેશ આપ્યો હતો.
બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે રસીકરણના બીજા તબક્કાના આરંભના પગલે પોલીસકર્મીઓ, કલેક્ટર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત નગરપાલિકાના કર્મીઓએ આ રસી મૂકાવેલ હતી. ઉલ્લેખનીય છે કે, બોટાદ જિલ્લામાં કોવીડ સામે રક્ષણ આપતી રસીના ચાર હજાર ડોઝ ફાળવવામાં આવ્યા છે. આ ડોઝમાંથી પ્રથમ તબક્કામાં ડોક્ટર્સ, નર્સ અને પેરામેડિકલ સ્ટાફને રસી મૂકવામાં આવી હતી, પણ હજુ સુધી આ રસી લેવાથી કોઈને તકલીફ કે આડઅસર થઈ નથી. બીજા તબક્કાનું રસીકરણ તા.૩૧/૦૧/૨૦૨૧ ના રોજ ગૃહવિભાગ, રેવેન્યુ વિભાગ અને નગરપાલિકાના અધિકારીશ્રીઓનું બોટાદ જિલ્લાની પાંચ રસીકરણ સેશન સાઈટ ખાતેથી જિલ્લા જનરલ હોસ્પિટલ(સોનાવાલા હોસ્પિટલ), સામુહિક આરોગ્ય કેન્દ્ર પાળીયાદ, ગઢડા, રાણપુર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર બરવાળા ખાતે રસીકરણનું આયોજન કરવામાં આવેલ છે. રસીકરણથી વંચિત ગૃહ વિભાગ, રેવેન્યુ વિભાગ અને નગરપાલિકાના અધિકારીશ્રીઓ માટે આગામી તા.૦૨/૦૨/૨૦૨૧ સુધી કામગીરી ચાલુ રાખવામાં આવશે. તા.૦૨/૦૨/૨૦૨૧ સુધીમાં રેવેન્યુ વિભાગ, ગૃહ વિભાગ અને નગરપાલિકાના તમામ અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓને આવરી લઈ રસીકરણથી રક્ષિત કરવા સુનિશ્વિત કરવાનું નક્કી કરવામાં આવેલ છે. કોરોના વિરોધી રસી તબક્કાવાર આપવામાં સૌપ્રથમ હેલ્થકેર વર્કર, પછી ફ્રન્ટલાઈન વર્કર તથા ૫૦ વર્ષથી મોટી ઉમંરના અને કો-મોર્બીડીટી ધરાવતા વ્યકિતઓને રસીકરણ કરવામાં આવશે. આ રસી સંપૂર્ણ સલામત અને સુરક્ષીત છે. જેથી તમામ વ્યકિતએ તબક્કાવાર આપવામાં આવનાર રસીકરણઓ લાભ લેવા જાહેર જનતાને અપીલ પણ કરવામાં આવે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો