BREAKING

આજે PM મોદી 6 રાજ્યોના ખેડૂતો સાથે કરશે સીધી વાતચીત, નવ કરોડ ખેડૂતોના ખાતામાં 18,000 કરોડ રૂપિયા જમા થશે

૨૫ ડિસેમ્બર સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર દેશભરના ખેડૂતો સુધી પહોંચશે. દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે પીએમ મોદી 25 ડિસેમ્બરે મોદી સરકારની કૃષિ લક્ષી યોજનાઓ કૃષિ કાયદાઓ અંગે ખેડૂતોને સંબોધન કરશે જે નું સીધું પ્રસારણ મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં થશે.

ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો સુધી પહોંચવા માટે ભાજપે દેશભરમાં આયોજન કર્યું છે, તો દેશના 9કરોડ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ૧૮૦૦૦ કરોડ રૂપિયા પણ જમા થશે.

પીએમ મોદીએ ગઇકાલે ટ્વિટ કરીને કહ્યું હતું કે "આવતી કાલનો દિવસ દેશના અને અન્ન દાતાઓ માટે મહત્વનો છે. બપોરે 12:00 કલાકે વિડીયો કોન્ફરન્સ દ્વારા ૯ કરોડથી વધારે ખેડૂત પરિવારની પીએમ કિસાન નો આગામી હપ્તો રિલીઝ કરવાનું સૌભાગ્ય મળશે. આ અવસર પર અનેક રાજ્યોના ખેડૂત ભાઈઓ બહેનો સાથે વાતચીત પણ કરીશ."

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો