ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો સુધી પહોંચવા માટે ભાજપે દેશભરમાં આયોજન કર્યું છે, તો દેશના 9કરોડ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ૧૮૦૦૦ કરોડ રૂપિયા પણ જમા થશે.
પીએમ મોદીએ ગઇકાલે ટ્વિટ કરીને કહ્યું હતું કે "આવતી કાલનો દિવસ દેશના અને અન્ન દાતાઓ માટે મહત્વનો છે. બપોરે 12:00 કલાકે વિડીયો કોન્ફરન્સ દ્વારા ૯ કરોડથી વધારે ખેડૂત પરિવારની પીએમ કિસાન નો આગામી હપ્તો રિલીઝ કરવાનું સૌભાગ્ય મળશે. આ અવસર પર અનેક રાજ્યોના ખેડૂત ભાઈઓ બહેનો સાથે વાતચીત પણ કરીશ."