BREAKING

ગુજરાતમાં જાન્યુઆરીમાં પણ મોટાં શહેરોમાં નાઈટ કરફ્યુ ચાલુ રહેશે ? જાણો રાજ્ય સરકારે હાઈકોર્ટમાં શું કહ્યું ?

કોરોના મુદ્દે થયેલી સુઓ મોટો પિટિશન પર અત્યારે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. કોર્ટે ક્રિસમસ, 31 ડિસેમ્બર અને ઉત્તરાયણ ના તહેવારો દરમિયાન વધુ ધ્યાન રાખવાની જરૂર હોવાનું જણાવ્યું હતું.

દિવાળી પછી કોરોના કેસો વધતા ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ,વડોદરા, સુરત અને રાજકોટમાં નાઈટ કર્ફ્યું લગાવી દેવામાં આવ્યા છે, ત્યારે જાન્યુઆરી મહિનામાં પણ નાઈટ કર્ફ્યું લંબાઈ શકે છે. કોરોના ના મુદ્દે થયેલી જુઓ મોટો પિટિશન પર અત્યારે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.

કોર્ટે ક્રિસમસ ,31 ડિસેમ્બર, ન્યૂયર અને ઉતરાયણ તહેવાર દરમિયાન વધુ ધ્યાન રાખવાની જરૂર હોવાનું જણાવ્યું હતું.આ સમયે એડવોકેટ જનરલે કોર્ટમાં મોટું નિવેદન આપ્યું હતું અને જણાવ્યું કે જાન્યુઆરી મહિનામાં પણ નાઈટ કર્ફ્યું લંબાવી શકે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો