BREAKING

ગઢડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે Truenaat લેબોરેટરીનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું.



 આજ રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગઢડા સ્વામીના ખાતે ટીબીના નિદાન માટેની અધતન Truenaat લેબોટરીનુ માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તેમજ જિલ્લા ક્ષય અધિકારીશ્રીના માર્ગદર્શન નીચે તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ગઢડા તેમજ અધિકારીશ્રી સામુહિક આરોગ્ય કેન્દ્ર ના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.Truenaat એ ટીબીના નિદાન માટેની અધતન ઝડપી અને સચોટ રીતે Truenaat મશીનથી દર્દીને ટીંબી છે કે નહીં તે અને સાથે RIFAMPICIN નામથી દવા નું રીઝલ્ટ હોય તો તેનું નિદાન ફક્ત બે કલાકમાં કરે છે.

બાળકો hiv દર્દીઓ અને ફેફસા સિવાયના ટીબીના દર્દીઓ માટે નિદાન ખૂબ જ જટિલ અને મુશ્કેલ હોય છે.Truenaat મશીન ગડફા અને અન્ય સેમ્પલ જેવા કે PUS,CSF, PLEARUL, FLUID માથી પણ ટીબીના જંતુને શોધી શકતું હોય તેમજ ટીબીના જીવાણુઓ ની સંખ્યા ઓછી હોય તો પણ સરળતાથી નિદાન કરી શકતું હોય ઉપરોક્ત ત્રણ કી પોપ્યુલેશનમા ટીબી નુ વહેલો અને સચોટ નિદાન કરી શકે છે.
ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા ક્ષય કેન્દ્ર બોટાદ ના જિલ્લા પ્રોગ્રામ કો.ઓર્ડીનેટર એસ.ટી એસ.સી એસ.ટી તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ના તમામ સ્ટાફ સાથે મળીને સુંદર આયોજન કર્યું હતું

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો