મહારાજા કૃષ્ણકુમારસિંહજી ને ભારત રત્ન મળે એ અભિયાનમાં સિહોર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને સંસ્કૃતિ સ્કૂલ-વિદ્યામંજરી જ્ઞાનપીઠ તરફથી સ્વૈચ્છિક સમર્થન આપવામાં આવ્યું.
જીજ્ઞેશ કંડોલીયા દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન મળે એ અભિયાન શરૂ કરવામાં આવ્યું ત્યારથી લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે આજ રોજ સરદાર વલ્લલભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સંસ્કૃતિ સ્કૂલ-વિદ્યામંજરી જ્ઞાનપીઠના સંચાલક અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ-સિહોરના પ્રમુખ પી.કે.મોરડીયા દ્વારા સ્વૈચ્છિક રીતે સૌપ્રથમ સમર્થન આપવામાં આવ્યું અને ભાવનગર જિલ્લા સ્વનિર્ભર શૈક્ષણિક સંસ્થાઓ તરફથી પણ સમર્થન તેમજ પીએમ નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખી રજુઆત કરવામાં આવશે. અને સિહોર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ તરફથી મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા બાબતે ઠરાવ પસાર કરવામા આવશે અને તેમની યોગ્ય સાઇઝની પ્રતિમા મુકવામાં આવશે એવું જણાવવામાં આવ્યું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો