વલભીપુર તાલુકાના નસીતપુર ગામે કેરી નદી પર બનાવવામાં આવેલ કોઝવેમાં ભ્રષ્ટાચારની પોલ ગામલોકો દ્વારા ખોલવામાં આવી છે, બે વર્ષ પહેલા બનાવેલા કોઝવેમાં થોડા દિવસોમાં જ વરસાદી પાણીથી કોઝવે ધોવાઈ ગયો હતો, અને જે તે સમયે કોઝવેનું કામ ચાલુ હતું ત્યારેજ ગામ લોકો દ્વારા કોઝવેના કામમાં ભ્રષ્ટાચાર ને લઈને વિરોધ છતાં પણ તંત્ર દ્વારા કોઝવે પાસ કરી અને બિલ ચૂકવી દેવામાં આવ્યા હતા, ત્યારે કોઝવેમાં કોન્ટ્રાક્ટર જેમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે તેઓ ગામલોકો દ્વારા આક્ષેપ કરાયો છે.
ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના નસીતપુર ગામે ગામ માં આવવા જવાના મુખ્ય ત્રણ માર્ગો પૈકી બે માર્ગોમાં કેરી નદીમાં બે કોઝવે આવે છે, જેમાં નસીતપર થી તોતનિયાળા થઈ ભાવનગર-અમદાવાદ હાઈવે પર આવવા જવા માટે જે રસ્તો છે તે રસ્તા પર બે વર્ષ પહેલા ગ્રામજનોની માંગ ને લઈને કોઝવે બનાવવામાં આવ્યો હતો. જોકે કોઝવે નું કામ ચાલુ હતું તે દરમિયાન કોઝવેના કામમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ થતી હોય જેને લઇને ગામલોકો દ્વારા જે તે સમયે ખૂબ જ ઉગ્ર વિરોધ કર્યો હતો આમ છતાં પણ કોન્ટ્રાક્ટરો સાથેની મીલીભગત ને લઈને તંત્ર દ્વારા આ કોઝવે નું કામ મંજૂર કરી દેવામાં આવ્યુ અને બિલ પાસ કરી દેવાયા.
જો કે કોઝવે બન્યો તે જ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન કોઝવે નદીના પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો હતો. જોકે જેતે સમયે કોન્ટ્રાક્ટર દ્વારા કોઝવેને જેમતેમ રીપેરીંગ કરી નાખવામાં આવ્યો પરંતુ આ વર્ષે ફરીવાર કોઝવેનું મોટો ભાગ પાણીમાં પ્રવાહમાં વહી ગયો જેને લઈને ગામ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગામ લોકોની મહેનત અને ઉગ્ર રજૂઆતને અંતે તો જે બન્યું અને તેમાં પણ ભ્રષ્ટાચારને લઇને કોઝવે કોઈ કામનો રહ્યો નથી, આ કોઝવે જીવનું જોખમ હોય તેવો જ બની ગયો છે. કોઝવે ધોવાઇ જતાં નીચેથી માટી ની થેલીઓ નીકળી હતી, તેમજ નીચેના ભાગમાં સિમેન્ટ વાપરવાની જગ્યાએ માટી પૂરી દેવામાં આવેલી સ્પષ્ટ જોઈ શકાય છે.
તસ્વીર-હેમંત ડાભી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો