વલ્લભીપુર
બ્યુરો રીપોર્ટ
ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના નસીતપુર ગામે કેરી નદી પર કોઝવે પર પાણી ફરી વળવાના કારણે બોટાદ તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે, છેલ્લા 15 દિવસથી આ રોડ બંધ છે, જેને લઇને ગ્રામજનોમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે, વરસાદે વિરામ લીધો તેને દસ દિવસ થવા છતાં પણ હજુ પણ કોઝવે પર પાણી ઓસર્યા નથી ત્યારે આ નદી પર પુલ બનાવવા ની માંગ ગામલોકોમાં ઊઠી છે.
વલભીપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી તારાજીમાં વલભીપુર તાલુકાના નસીતપુર ગામે પહોંચતા આ ગામની ઘણી સમસ્યાઓ સામે આવી હતી નસીતપર થી બોટાદ તરફ જવાના રસ્તા પર કેરી નદી પર કોઝવે બનાવવામાં આવેલો છે. આ ગામમાં આવવા-જવાના મુખ્ય ત્રણ રસ્તા માં બે રસ્તા નદીમાં થઈને પસાર થાય છે અને બંને રસ્તા પર કોઝવે બનાવેલા છે પરંતુ એક કોઝવે ભ્રષ્ટાચારના કારણે નદીના વહેણમાં ધોવાઇ ગયો છે જ્યારે બીજા કોઝવે પર વરસાદે વિરામ લીધા બાદ દસ દિવસ વિતવા છતાં પણ હજુ પાણી ઓસર્યા નથી અને નદીના ધસમસતા પાણી માંથી જીવના જોખમે લોકો પોતાના વાહનો લઇને પસાર થઇ રહ્યા છે જ્યારે આજુબાજુ માં રહેલા લોકો દ્વારા તેમના વાહનો પકડી અને પાણીમાંથી પસાર કરાવવામાં આવે છે ના છૂટકે લોકોને કોઝવે માંથી જીવના જોખમે પસાર થવું પડે છે, જોકે જ્યારે વરસાદ ચાલુ હતો અને ત્યારે નદીના પાણી આવી ગયો તે સમયે આ નદીના પ્રવાહમાં અનેક માલઢોર તણાયા હતા અનેક લોકો ભોગ બન્યા છે. પણ જેને લઇને સ્થાનિક લોકોની માંગ છે કે આ કોઝવે પર તાકીદના ના ધોરણે પુલ બનાવવામાં આવે. પુલ બનાવવા અંગેની માંગ તેમની વર્ષો જૂની છે પરંતુ તંત્ર દ્વારા અહીંયા પુલ બનાવવામાં આવતો નથી જેને લઈને દર ચોમાસામાં સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
તસ્વીર-હેમંતડાભી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો