નાગરિક સંશોધન કાયદો અને એન.આર.સી નો શરૂઆત થી સમગ્ર દેશમાં વિરોધ થઇ રહ્યો છે, સમગ્ર દેશમાં કાયદાને લઈને મુસ્લિમ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વિવિધ રીતે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, ત્યારે પાલીતાણા ખાતે પણ આજે મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ અને વિશાળ રેલી યોજી હતી, રેલી પાલીતાણા ના દરબાગ ગઢ જુમ્મા મસ્જીદ થી શરુ કરી અને નાયબ કલેકટર કચેરી સુધી જવાની હતી પરંતુ રેલીમાં લોકોની સંખ્યા વધી જતા પોલીસ દ્વારા રેલીને 2૦૦ મીટરની અંદર જ રોકી દેવામાં આવી હતી અને આ અંગે તંત્ર ને જાણ કરતા ખુદ નાયબ કલેકટર સ્થળ પર આવી અને તેમનું આવેદનપત્ર સ્વીકાર્યું હતું,
મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા એવી ચિંતા જતાવવામાં આવી હતી કે આ કાયદાને લઈને બીજા ધર્મના બીન ભારતીય લોકોને ભલે નાગરિકતા આપે પરંતુ મુસ્લિમ સમુદાય લોકોને આ કાયદા મુજબ ભારતીય નાગરિકતા સાબિત કરવા માટે દસ્તાવેજો ભેગા કરવા મુશ્કેલ છે જે મુસ્લિમો સાથે અન્યાય છે.આ કાયદામાં બિનમુસ્લિમો ને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે તો મુસ્લિમ સમાજને શા માટે આ કાયદામાં સામેલ કરવામાં આવ્યા નથી, તેઓ એ સરકાર સામે એવી માંગ કરી છે કે કાયદા સામે તેમને કોઈ વાંધો નથી પરંતુ મુસ્લિમોને પણ આ કાયદામાં સામેલ કરવામાં આવે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો