BREAKING

તળાજા પોલીસ પૂછપરછ માં લઇ ગયેલ આરોપીના મોત બાદ આખરે પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો.

જ્ઞાતિના અગેવનો એ મધ્યસ્થી કરી અને પોલીસે ખરાઈ કર્યા બાદ કાર્યવાહી કરવાની ખાતરી આપતા મૃતદેહ સ્વીકાર્યો.

તળાજા પોલીસ દ્વારા પાલીતાણાના એક શંકાસ્પદ ઇસમની પુછપરછ માટે પોતાની કસ્ટડીમાં લીધા બાદ તેની તબિયત બગડતા તેને સારવાર માં ખસેડવામાં આવ્યો હતો અને જ્યાં તેનું મોત નીપજતા પરિવારજનોએ પોલીસના માર થી મોત નિપજયાના આક્ષેપ સાથે જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે જીલ્લા પોલીસવડાને આ બાબતે રજૂઆત કરી હતી. જેમાં જીલ્લા પોલીસવડા દ્વારા તેમની રજુઆતો નો સ્વીકાર કરી પીએમ રીપોર્ટ બાદ નિયમાનુસાર કાર્યવાહી કરવાની ખાતરી આપતા પરિજનોએ લાશનો સ્વીકાર કર્યો હતો.

થોડા દિવસો પૂર્વે તળાજા નજીકથી એક બિનવારસી ટ્રક માંથી ૧૧ કરતા વધુ બળદો મૃત હાલતમાં મળી આવવાની ઘટના પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પાલીતાણામાં હાતિમ ઉર્ફે મહમદ લાખાણી ની શંકાના દાયરા માં અટકાયત કરી પુછપરછ હાથ ધરી હતી. જેમાં પોલીસ કસ્ટડી દરમ્યાન તેને ગભરામણ જેવું જણાતા સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં લઇ જવાયો હતો અને જ્યાં ડોકટરના કહેવા મુજબ સારવાર દરમ્યાન હાર્ટએટેક ના કારણે તેનું મોત નીપજ્યું  હતું. જયારે આ બનાવ ની જાણ મરણજનાર ના પરિજનોએ ને કરતા તેઓ દ્વારા પોલીસ ના માર થી મોત નીપજ્યાનું જણાવ્યું હતું. આ બનાવના પગલે મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા અને જીલ્લા પોલીસ વડાને આ બાબતે રજૂઆત કરી હતી.

આ બાબતે જીલ્લાપોલીસવડા  દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે તેમની જે કોઈ ફરિયાદો છે તેને સામેલ કરવામાં આવશે તેમજ પેનલ પીએમ ના જે રીપોર્ટ અને એસ.ડી એમ ની હાજરીમાં પંચનામું કરવામાં આવ્યું છે તેમજ હ્યુમન રાઇડ્સ ના એસ.ઓ.પી મુજબ તેની તપાસ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. 

અગાઉ લાશનો અસ્વીકાર કરવાની વાત કરતા પરિજનોએ લાશનો સ્વીકાર કર્યો હતો જેમાં ભાવનગર મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને કસ્બાના પ્રમુખોએ ખાસ ભૂમિકા અદા કરી સમગ્ર મામલાને શાંતિથી પરિપૂર્ણ કરવા સમજાવટ કરી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો