વલ્લભીપુર કેન્દ્રવર્તી શાળા-1 માં મૂલ્ય શિક્ષણનું સિંચન
પ્રાર્થના સભામાં શાળાના શિક્ષક રાજપાલસિંહ ગોહિલ દ્વારા પાંચ થી દસ મિનિટ મૂલ્ય શિક્ષણ ની વાર્તા પ્રસંગો રજુ કરવામાં આવે છે.ગરીબ પરિવારમાંથી આવતા સામાન્ય બાળક પ્રેરણાત્મક પ્રસંગોથી બાળકોમાં નીતિમત્તાના મૂલ્યોનું સિંચન.
બાળકોને મળેલા રૂપિયા 2500 મળ્યા એટલે તરત જ ઓફિસમાં જમા કરાવ્યા
શ્રી કેન્દ્રવતી શાળા નંબર એક વલભીપુરમાં છેલ્લા ચાર વર્ષથી પ્રાથના સભા માં પાંચથી દસ મિનિટ પ્રેરણાત્મક પ્રસંગો કહેવામાં આવે છે જેના અસરરૂપે તારીખ 14.4.2019 ના રોજ શનિવારના ધોરણ છ માં અભ્યાસ કરતા બારીયા વિશાલ અરવિંદભાઈ ની શાળા કેમ્પસમાંથી રૂપિયા 2500 મળી આવેલા એક પણ ક્ષણ ના વિલંબ વિના આ બાળકે રૂપિયા 2500 ઓફિસમાં જમા કરાવ્યા અને કહ્યું કે આ રૂપિયા મારા નથી
વિશાલભાઈ ની આ પ્રમાણિકતા ગુણ ને પ્રોત્સાહન આપવા શાળા તરફથી રૂપિયા 101 અને મધ્યાન ભોજન યોજના સંચાલક તરફથી રૂપિયા ૫૧ આપી સન્માનિત કરવામાં આવ્યા છે.
આ બાળક માટે પંદરસો જેવી રકમ એટલે ઘણી મોટી ગણાય કદાચ માં લેવા પણ લલચાય ત્યારે આવા ફૂલ જેવા બાળકે રૂપિયા મને જડેલા છે એટલે મારા એ ન રખાય એવા વિચારથી જમા કરાવી ઉત્તમ પ્રમાણિકતાનું દર્શન કરાવ્યું છે, સરકારી પ્રાથમિક શાળામાં ખરેખર આવા ઉચ્ચ મૂલ્યોનું ઘડતર ભાવિ પેઢી માટે ઉજ્વળ સાબિત થઈ શકે છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો