બોટાદ જિલ્લાના રાણપુરમાં ધારપીપળા રોડ ઉપર આવેલ માર્કેટિંગ યાર્ડમાં સીસીઆઇ દ્રારા 8 દીવસથી કપાસ ની ખરીદી કરવામાં નહી આવતા કપાસ વેચવા આવતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. ટેકાના ભાવે કપાસની ખરીદી ન થતા ખેડૂતોને ઓછા ભાવે કપાસ હરાજી માં વેચવો પડે છે જેના કારણે ખેડુતોને 200 થી 300 રૂપિયા સુધીનું નુકસાન થઈ રહ્યુ છે.ત્યારે આ અંગેની જાણ ખેડુત આગેવાનો ને થતા તેઓ રાણપુર માર્કેટીંગ યાર્ડ ખાતે દોડી આવ્યા હતા અને ચિમકી ઉચ્ચારી હતી કે જો બે દીવસમાં સીસીઆઈ દ્રારા કપાસની ખરીદી કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવુ ખેડુતો એ જણાવ્યુ હતુ.જ્યારે રાણપુર માર્કેટીંગ યાર્ડના હાલના ચેરમેન તો એવુ કહી રહ્યા છે કે સીસીઆઈ કપાસની ખરીદી કરવા આવે જ છે પણ બે દીવસ થી મશીન ખરાબ થયુ છે ત્યારે ખેડુતો કહી રહ્યા છે કે સીસીઆઈ વાળા ક્યારે રાણપુર માર્કેટીંગ યાર્ડ માં આવ્યા જ નથી.અને ખેડુતો માંગણી કરી રહ્યા છે કે માર્કેટિંગ યાર્ડમાં વહેલી તકે સીસીઆઇ દ્વારા કપાસની ખરીદી કરવામાં આવે સરકાર દ્વારા ખેડૂતોને પોષણમક્ષમ ભાવ મળી રહે તેમજ, સરકાર દ્વારા જે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે અને ટેકાના ભાવે સરકાર દ્વારા તેની ખરીદી કરવામાં આવે છે ત્યારે સરકાર દ્વારા કપાસની પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે ત્યારે રાણપુરના માર્કેટીંગ યાર્ડ માં સીસીઆઈ દ્વારા તેના નક્કી કરેલા ભાવ મુજબ ખરીદી કરી રહ્યા છે જેમાં કપાસની ખરીદી સીસીઆઇ દ્વારા ૧૨ ટકાવાળા કપાસના 1056 રૂપિયા તેમજ 8 ટકાવાળા કપાસમાં 1100 રૂપિયા ભાવ મુજબ ખરીદી કરવામાં આવે છે ત્યારે રાણપુર માર્કેટિંગ યાર્ડ માં સીસીઆઈ દ્રારા કપાસની ખરીદી કરવામાં નહી આવતા ખેડૂતો રોષે ભરાયા છે. રાણપુર માર્કેટીંગ યાર્ડ માં રાણપુર આજુબાજુના ગામડાઓમાંથી ખેડૂતો કપાસ વેચવા આવે છે જેમાં દરોજની ૬ થી ૭ હજાર મણ કપાસની આવક થાય છે અને તેની હરાજી માર્કેટીંગ યાર્ડ માં કરવામાં આવે છે ત્યારે અહી કપાસ વેચવા આવતા ખેડૂતો એવી આશા એ આવે છે કે તેમણે તેમના કપાસના ભાવ સારા મળશે પરંતુ અહીંના વેપારીઓ દ્વારા એક મણ કપાસના 800 રૂપિયા થી લઇ 925 રૂપિયા આપવામાં આવે છે તો બીજી તરફ રાણપુર માર્કેટિંગ યાર્ડ માં સીસીઆઇ ખરીદી કેન્દ્ર તો આપવામાં આવ્યું છે પણ અહીં સીસીઆઇ દ્વારા કપાસની ખરીદી કરવામાં નહી આવતી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે ભાવે કપાસની ખરીદી સીસીઆઈ દ્રારા નહી કરતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે અને ખેડુતો ને મોટુ નુકસાન થઈ રહ્યું છે ટેકાના ભાવે કપાસની ખરીદી નહી થતા ખેડૂતોને કપાસમાં એક મણે 200 રૂપિયાથી લઈને 300 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે જો ટેકાના ભાવે કપાસની ખરીદી થાય તો ખેડૂતોને તેમને કપાસના પોષણસમ ભાવ મળે તેમ છે.હવે જોવુ એ રહ્યુ કે આગામી દીવસો માં સીસીઆઈ કપાસ ની ખરીદી કરે છે કે પછી ખેડુતો કાયમ સોસાવાનો જ વારો આવશે કે શુ...
અહેવાલ-વિપુલ લુહાર,રાણપુર

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો