BREAKING

ઈન્ટેલિજન્સ ઓફિસર સુરેશભાઈ વાળાને મુખ્યમંત્રી ના હસ્તે મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા.

અહેવાલ-માધવીબેન કંડોલીયા

ઇન્ટેલિજન્સ ઓફિસર (આઈ.બી.)માં ફરજ બજાવતા  સુરેશભાઈ એન વાળા ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી દ્વારા સર્વ શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પોલીસ ચંદ્રક અલંકરણ ૨૦૧૯ પોલીસ મેડલ થી સન્માનિત કરવામાં આવ્યા.

રાજ્યના પોલીસ કર્મીઓને પોલીસ ચંદ્રક અલંકરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના વરદ હસ્તે ચંદ્રકથી પુરસ્કૃત કરવામાં આવ્યા.મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતની સર્વાંગી વૈશ્વિક વિકાસ યાત્રાના પાયામાં રાજ્યની સુદ્રઢ અને સંગીન કાયદો વ્યવસ્થાની સ્થિતી રહેલી છે.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત પોલીસના 168 જેટલા અધિકારીઓને તેમની  વિશિષ્ટ અને પ્રસંશનીય સેવા માટે પોલીસ ચંદ્રકથી અંલકૃત કર્યા હતા. કુલ મળીને વિશિષ્ટ સેવા માટેના 18 પોલીસ ચંદ્રક તેમજ પ્રસંશનીય સેવા માટેના 150 પોલીસ પદક એનાયત કરવામાં આવ્યા હતા. આ અધિકારીઓને વર્ષ 2014 થી 2019 દરમ્યાન પ્રજાસત્તાક અને સ્વાતંત્ર્ય દિવસના અવસરે ચંદ્રક જાહેર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી આ પ્રસંગે કહ્યું હતું કે પોલીસના જવાનોએ પોતાની જાનની પરવા કર્યા વગર લોકોની સેવા કરી છે, જેથી ગુજરાત પોલીસ અને રાજ્યનું ગૌરવ વધ્યું છે. ગુજરાતના સર્વાંગી વિકાસના પાયામાં રાજ્યની સુદ્રઢ અને સંગીન કાયદો વ્યવસ્થાની સ્થિતી રહેલી છે. આથી જ, રાજ્યની સુરક્ષા-સલામતિની સ્થિતીની નોંધ દેશભરમાં લેવાય છે.

1 ટિપ્પણી: