BREAKING

જીતું વાઘાણીની અધ્યક્ષતામાં ભાવનગર ખાતે યોજાયા ધરણા.



રાફેલ મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ રીવ્યુ પીટીશન ફગાવી દેવા છતાં પણ કોંગ્રેસ દ્વારા તેનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે જેને લઈને સમગ્ર ગુજરાતમાં ભાજપ દ્વારા આજે વિરોધાત્મક ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતું વાઘાણી, ભજપ પ્રવક્તા ભરત પદ્ન્ય સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રાફેલ મુદ્દે દેશની સર્વોચ્ચ ન્યાયલય દ્વારા રાફેલ વિમાનના સોદા અને તેની ખરીદીની અંગે દાખલ કરવામાં આવેલ તમામ પીટીશન ફગાવી અને આ મુદ્દે કોઈ તપાસ કરવાની જરૂર નથી તેવું જણાવતા છતાં કોંગ્રેસ દ્વારા આ અંગે સતત મુદાઓ ઉપસ્થિત કરવામાં આવી રહ્યા હોય આજે ભાજપ દ્વારા ભાવનગર ના ઘોઘા ગેટ ખાતે કોંગ્રેસ નો વિરોધ કરતો એક ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં ભાજપના ગુજરાત અધ્યક્ષ જીતું વાઘાણી, ભાજપના પ્રવક્તા ભરતભાઈ પંડ્યા તેમજ ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ તેમજ શહેર ભાજપ પ્રમુખ સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

આ આગે ભાજપના અધ્યક્ષ જીતું વાઘાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા મનઘડંત અને પુરાવા વગરના આક્ષેપો સામે દેશની સર્વોચ્ચ ન્યાયાલયે કોંગ્રેસ અને રાહુલ ગાંધીને જોરદાર તમાચા રૂપ ચુકાદો આપ્યો છે, આમ છતાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ દેશને બદનામ કરાવનું કામ કરી રહ્યા છે, દેશની જનતાએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પારદર્શક વહીવટ કરતા જોયા છે ત્યારે સમગ્ર કોંગ્રેસ અને રાહુલ ગાંધી સમગ્ર દેશની જનતાની માફી માગે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો