મહુવા બ્યુરો
મહુવા પંથકમાં પડેલા ભારે વરસાદે તારાજી સર્જી છે. અનેક લોકો બેઘર બન્યા છે. ત્યારે અનેક લોકોને ખાવા ખોરાક કે પહેરવા કપડાં પણ નથી રહ્યા તમામ ઘરવખરી પાણી માં વહી ગઈ છે.તેવા સમયે મહુવા ના ખરેડ, વાઘનગર, કુંડળ ઢસિયા, કતપર સહિત ના ગામ અનેક લોકો મુશ્કેલી માં છે. ત્યારે પવનચકી નું કામ કરતી કે.પી એનર્જી કમ્પની ના સ્ટાફ એ સર્વે કરી જરૂરિયાત વાળા લોકો ને અનાજ ની કીટ વિતરણ કરી છે.
જેમાં ઘઉં , બાજરો, ચોખા મગ, તેલ, મસાલો,ચા, ખાંડ, બટેટા,ડુંગળી સહિત ની 10 દિવસ ચાલે તેમ ચીજવસ્તુઓ નો સમાવેશ થાય છે.
અંદાજે 1000 જેટલી કીટ નું વિતરણ થઈ રહ્યું છે. આ અગાઉ 3 દિવસ ફૂડપેકેટ વિતરણ પણ કરાયા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો