હેમરાજસિંહ વાળા.ગારીયાધાર
ભાવનગરના ગારીયાધારમાં ગત મોડીરાત્રીના સમયે એક ખૂની ખેલ ખેલાયો હતો.જેમાં પત્નીને ભગાડી જવાના મામલે યુવકને સુરતથી ઉઠાવી લાવી યુવક અને તેના પિતા પર છરી વડે ઘાતકી હુમલો કરતા બંનેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફેતે સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા જેમાં યુવાનનું રસ્તામાં મોત નીપજ્યું હતું જયારે પિતાનું સારવાર દરમિયાન મોત નિપજયું.
ગારીયાધારમાં ગત રાત્રીના સમયે એક ખૂની ખેલ ખેલાયો હતો.જેમાં આજથી સાત માસ પહેલા આસિફ નામના યુવકની પત્નીને આસિફનો જ મિત્ર બીપીન ગોરધનભાઈ પ્રજાપતિ ભગાડીને લઇ જઈ અને લગ્ન કરી લીધા હોય અને તે સુરત હોય તેવી માહિતી મળતા બીપીનને સુરતથી ઉઠાવીને ગારીયાધાર લાવ્યા બાદ બીપીન અને તેના પિતા પર આસિફે છરી વડે હુમલો કરી ખૂની ખેલ ખેલતા અને બીપીન ને છાતીના ભાગે ૬ જેટલા ઘા તેમજ સાથળ પર એક ઘા ઝીંકી દેતા તેમજ ગોરધનભાઈને મોઢાના અને માથાના ભાગે પાંચ જેટલા જીવલેણ ઘા ઝીંકી દેતા ગંભીર હાલતમાં પિતા પુત્રને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા જેમાં રસ્તામાંજ બીપીનનું મોત નીપજ્યું હતું જયારે ગોરધનભાઈને તાકીદે સારવાર હાથ ધરવામાં આવી હતી જો કે ટૂંકી સારવાર બાદ તેમનું પણ મોત નિપજતા આ ગુનો ડબલ મર્ડર માં પરિણમ્યો હતો,
બનાવના પગલે ગારીયાધારમાં પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જયારે આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જાણવા મળતી માહિતી મુજબ પિતા પુત્ર બંને અમરેલીના રહેવાસી છે. જયારે બીપીન અને આસિફ બંને મિત્રો હોય અને ગોરખધંધામાં સામેલ હોય જેમાં આસિફની પત્નીને બીપીને ભગાડી જઈ લગ્ન કરી લેતા આ ખૂની ખેલ ખેલાયો હતો. ભાવનગર શહેર અને જીલ્લામાં ટુકા ગાળામાં આ ત્રીજો હત્યાનો બનાવ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો