BREAKING

ભાવનગર ભાજપ શહેર ઉપ.પ્રમુખ પ્રકાશ વાઘણીનું રાજીનામુ


ભાવનગર

આજે ભાવનગર શહેર ભાજપ ઉપપ્રમુખ પ્રકાશ વાઘાણીએ પોતાના સક્રિય સભ્ય અને ઉપપ્રમુખ ના હોદ્દા પરથી રાજીનામું આપી દેતા ભારે ચકચાર મચી છે.આજે બપોરે તેમને ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ સનાતભાઈ મોદીને પોતાનું રાજીનામું આપ્યું હતું.જેમાં કોર્પોરેશન અને ગત વિધાનસભાની ચુંટણીમાં સ્થાનિક વિસ્તારોમાં લોકોના પ્રશ્નોની જવાબદારી લીધી હોય જેમાં વારંવાર રજૂઆત બાદ પણ ઉકેલ ના આવતા પોતાની નારાજગી સાથે આજે શહેર પ્રમુખને રાજીનામું ધરી દીધું હતું.

લોકસભાની ચુંટણી નજીક આવી રહી છે એ પહેલાજ ભાજપમાં ભડકો સર્જાયો છે. વિકાસના મુદ્દા પર સત્તા સ્થાને આવેલી ભાજપ સરકારમાં જ ભાવનગર શહેર ભાજપ ઉપપ્રમુખ પ્રકાશ વાઘાણી એ વિકાસ અંગે ના સ્થાનિક પ્રશ્નો અંગે વારંવાર રજૂઆત બાદ પણ નિરાકરણ ન આવતા આજે પોતાની નારાજગી સાથે ભાજપ ના સક્રિય સભ્ય અને ઉપપ્રમુખ પદના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામું સ્વીકારતા સમયે શહેર ભાજપ પ્રમુખ સનતમોદી ભાન ભૂલ્યા હોય તેમ કહ્યું હતું કે ભાજપમાં જ તમારું ભવિષ્ય છે જયારે પ્રકાશ વાઘાણીએ વળતા જવાબમાં કહ્યું હતું કે હું પ્રજાના વિકાસ માટે કામ કરું છું મારા ભવિષ્ય માટે નહિ .શહેર પ્રમુખના કહેવા મુજબ તેમના કોઈ પ્રશ્નો મારી પાસે નથી આવ્યા જયારે નારાજ ઉપપ્રમુખ નું રાજીનામું વારંવાર રજૂઆત બાદ પણ વિકાસના કામો ન થતા આપવામાં આવ્યું છે

શહેર પ્રમુખ સનતભાઈ મોદી ના કહેવા અનુસાર પ્રકાશ વાઘાણી ને અન્ય કોઈ પક્ષમાં કે અન્યત્ર સ્થાન મળ્યું હોય જેથી તેઓ રાજીનામું આપી રહ્યા છે જયારે પ્રકાશ વાઘાણી દ્વારા આ બાબતે સ્પષ્ટ ઇનકાર કરવામાં આવ્યો છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો