BREAKING

રંઘોળા અકસ્માતમાં માં ભોગ બનનારના પરિવારજનો ને કેન્દ્રીય મંત્રી દ્વારા સહાયના ચેક વિતરણ કરાયા.

ભાવનગર બ્યુરો.

ભાવનગર જીલ્લાના રંઘોળા ગામે જે દુર્ઘટના સર્જાઈ અને તેમાં ૩૮ નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તે ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ભારે શોકનું વાતાવરણ ફેલાયું છે, સમગ્ર ગામમાં એકપણ ઘર એવું નહી હોય કે જે ઘરમાં કોઈ સ્વજન ગુમાવ્યું ના હોય, ત્યારે આ ઘટનાને લઈને રાજ્ય સરકાર દ્વારા સરકારની વિવિધ યોજના હેઠળ મૃતકોના પરિવાજનોને સહાય જાહેર કરવામાં આવી છે જેને આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ના હસ્તે ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.

પાલીતાણા તાલુકાના અનીડા ગામનો કોળી પરિવાર જાન લઈને બોટાદ જીલ્લાના ટાટમ ગામે જઈ રહ્યો હતો ત્યારે જાન ને રંઘોળા નજીક ગોજારો અકસ્માત નડ્યો હતો અને જાનનો ટ્રક પુલ પરથી પલ્ટી મારી ગયો હતો, આ ઘટનામાં અસંખ્ય લોકો ઘાયલ થયા હતા અને અત્યાર સુધીમાં કુલ ૩૮ નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા, જેમાં અનીડા ગામના જ ૨૦ લોકો અને અન્ય ગામોના ૧૮ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટનાના પગલે સમગ્ર પંથક સહીત રાજ્યમાં ગમગીની નું મોજું ફરી વળ્યું હતું અને લોકો તેમજ સરકારની સવેદનાઓ જાગી ઉઠી હતી, લોકો તરફથી, સામાજિક સંસ્થાઓ તરફથી તમામ પ્રકારની મદદ મળી છે તેમજ રાજ્ય સરકાર તરફથી મુખ્યમંત્રી સહાય ફંડ માંથી દરેક મૃતકના સ્વજન ને મૃતક વ્યક્તિ દીઠ ચાર ચાર લાખની સહાય જાહેર કરવામાં આવી, જે તે ઉપરાંત સરકારની યોજનાઓ મુજબ ખાતેદાર ખેડૂત હોય તેવા મૃતકના સ્વજન ને એલ લાખની સહાય, વિધવા સહાય પેન્શન યોજના, તેમજ આ ઘટનામાં મૃત્યુ પામેલ અને અભ્યાસ કરતા બાળકોને વિદ્યાદીપ યોજના હેઠળની સહાય ના ચેક આજે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાના હસ્તે આર્પણ કરવામાં આવ્યા હતા. આજે સ્થળ પર જ કેન્દ્રિય મંત્રીએ ૧૦ લોકોને રૂ.૧ કરોડ ચાર લાખ ની સહાયના ચેક આર્પણ કર્યા હતા.

અનીડા આ ઘટના બાદ અનીડા ગામે આવેલ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયા, ભાવનગર ના સાંસદ ભારતીબેન શિયાળ, પાલીતાણા તેમજ ગારીયાધાર ના ધારાસભ્યો,કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને  ભોગ બનનાર પરિવારજનો ની મુલાકાત લીધી હતી તેમને સાંત્વના આપી હતી તેમજ બે મિનીટ નું મૌન પાળી તમામ મૃતકોને શ્રધાંજલિ અર્પી હતી, તેમજ બાકી રહેતા ભોગ બનનારના પરિવાજનોને તાકીદે બાકીની સહાય મળી રહે તે માટે વહીવટી તંત્ર ને તાકીદ કરી હતી.   

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો