સૌજન્ય-સલીમ બરફવાલા શિહોર
સિહોર શહેરની પ્રાથમિક સુવિધાને લઈ સિહોર કોંગ્રેસ ફરી મેદાનમાં, સિહોર ટાઉનહોલથી રેલી કાઢી, ડે. કલેકટરની ઓફિસમાં ભારે સૂત્રોચ્ચાર સાથે ટોળું ઘસી ગયું, ઉગ્ર રજુઆત કરી. કાર્યકરોએ ઉભા રોડે ભાજપ વિરોધી સૂત્રચાર કર્યા, કાર્યકરો રોડ પર બેસી જઇ કર્યો ચક્કાજામ.
સિહોર શહેરની પ્રાથમિક સુવિધાને લઈ શહેર કોંગ્રેસ ફરી બેઠી થઈ છે આજે ટાઉનહોલ થી મામલતદાર કચેરી સુધીની રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં શહેરની મુખ્ય સમસ્યા શૌચાલય ગટર અને એકતા સોસાયટીમાં રહેતા દેવીપૂજકોને વસવાટ માટેની રજૂઆતોને લઈ આજે ટાઉનહોલ ખાતે આગેવાન કાર્યકરો એકઠા થયા હતા અને મામલતદાર કચેરી સુધી રેલી સ્વરૂપે આવેદન આપીને ઉગ્ર રજુઆત કરી છે રેલી દરમિયાન કાર્યકરોએ ભાજપ વિરોધી ભારે શોર બકોર સાથે સૂત્રચાર કર્યા હતા મામલતદાર કચેરી નજીક કેટલાક કાર્યકરો રોડ હાઇવે પર બેસી જઈને સૂત્રચાર કરીને ભારે વિરોધ કર્યો હતો જ્યારે મામલતદાર કચેરી આવેદનપત્ર આપવા આખું ટોળું જ ડે કલેકટરની ઓફિસમા ભારે સૂત્રચાર ઘુસી જઈને ઉગ્ર સ્વરૂપમાં રજુઆત કરી હતી કાર્યક્રમમાં આગેવાન કાર્યકરો નગર સેવકો જિલ્લા મહિલા કોંગ્રેસ આઇટી વિભાગ સહિત મોટી સંખ્યામાં હાજર રહયા હતા..
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો