તસવીર સૌજન્ય અશોક મકવાણા અને ફિરોઝ દસાડિયા તળાજા
ભાવનગર જિલ્લાના તળાજામાં સરતાનપર રોડ પર એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. સરતાનપર રોડ પર આવેલા નાળામાં પાણીમાંથી આ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.
આ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે. અને તે તળાજાના દકાના ગામનો રહેવાસી હોવાનું જણાયું છે. બનાવની જાણ થતા તંત્રએ દોડી જઇને આ યુવાનના મૃતદેહને બહાર કાઢીને PM માટે ખસેડ્યો છે. આ યુવાને આ૫ઘાત કર્યો છે કે ૫છી તેની હત્યા થઇ છે ? અકસ્માતે પાણીમાં ૫ડી ગયો છે ? વગેરે દિશામાં તંત્રએ તપાસ હાથ ધરી છે. મૃતક યુવાન બાબતે તેના ૫રિવારને જાણ કરવામાં આવી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો