સૌજન્ય-વિપુલ બારડ
જેમ શરીરને સશક્ત રાખવા માટે
જીમ માં કે અખાડામાં જઈને કસરતની જરૂર પડે છે તેમ મગજને વિકસાવવા માટે પણ કસરત ની
જરુર પડે છે, પરંતુ મગજની કસરત કરાવતું જીમ ક્યા? આ સવાલનો જવાબ છે ભાવનગર ની
વિજ્ઞાન નગરી, ભાવનગરની વિજ્ઞાનનગરીમાં ભારતનું સૌ પ્રથમ એવા બ્રેઇન જીમ, મગજના અખાડાનો પ્રારંભ થયો.
હાલના આ યુગમાં જેમ જેમ
સુવિધાઓ વધતી ગઈ તેમ તેમ મનુષ્ય નું શરીર કસરત થી વિમુખ થતું ગયું, શરીર ની જેમ જ
હાલના યુગમાં પીસી.,
મોબાઇલ, આઇપેડ, લેપટોપ, આઇ ફોન કે સ્માર્ટ ફોન જેવા સાધનોએ આપણા
મગજના ઉપયોગને ઘટાડ્યો છે, જેને લઈને મગજને જે કસરત મળવી જોઈએ તે મળતી નથી, આમ
મગજને જરૂરી કસરત મળી રહે તે માટે આજે ભાવનગરમાં એક અનોખા બ્રેઈન ઝીમ નો પ્રારંભ
થયો છે. ભાવનગરના આંબાવાડી વિસ્તારમાં આવેલ બળવંત પારેખ વિજ્ઞાન નગરીમાં મગજની કસરતો
કરાવતું ભારતભરનું સૌ પ્રથમ બ્રેઇન જીમ નું આજે સ્વામી ધર્મબંધુજીના(આઈપીએસ) હસ્તે
હસ્તે થયું. આ બ્રેઈન ઝીમ અમેરિકા, કેનેડા
તથા ભારતમાં આવેલા નાનામાં નાના કેન્દ્રોની મુલાકાત લઇ અને તજજ્ઞોની મદદથી તૈયાર
કરવામાં આવ્યું છે.
આ બ્રેઈન ઝીમ માં લોકો સોમવારથી
દરરોજ સવારે ૯ થી ૧૨ તથા બપોરે ૩ થી સાંજના ૭ વાગ્યા સુધી મગજમારી કરવા આવી શકશે. આ
બ્રેઇન જીમ માં તર્કશક્તિ,
આભાસીવસ્તુ અભ્યાસ, એકાગ્રતા, ચપળતા, હોરિજેન્ટલ થિન્કિંગ, થિન્કિંગ બિયોન્ડ બોક્સ, ન દેખાતી વસ્તુઓ જોવાની ટેવ, ધ્યાન કેન્દ્રીત કરવાની કળા જેવી બાબતો
મ્યુઝિયમ દ્વારા શિખવવામાં આવશે. આવી પદ્ધતિથી મગજનો વિકાસ થશે. આ મ્યુઝિયમ દ્વારા
મગજની કાર્યક્ષમતામાં વધારો થશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો