ભાવનગર નજીકના હોઈદડ તેમજ
આજુબાજુના ૧૨ ગામોની જમીન જીપીસીએલ દ્વારા વર્ષ ૧૯૯૭ માં સંપાદિત કરવાંમાં આવેલ જે
જમીન પર માઈનીંગ કરવા માટે થોડા દિવસો પહેલા કંપનીના માણસો દ્વારા પોલીસ બંદોબસ્ત
સાથે આવેલા પરંતુ ગામલોકોના વિરોધના કારણે જે તે સમયે તેઓએ પરત ફરવું પડ્યું હતું
પરંતુ આજે ફરી મસમોટો કાફલો લઈ કંપની દ્વારા આ જમીન પર માઈનીંગ કરવા જતા હજારોની
સંખ્યામાં સ્થાનિકો રોડ પર ઉતરી આવ્યા હતા જો કે સ્થાનિકો દ્વારા તેઓ પાસે ૪૫
દિવસનો સમય માગતા કંપની દ્વારા સમય આપવામાં આવ્યો છે.
ભાવનગર જીલ્લા ઘોઘા તાલુકાના
હોઈદડ તેમજ આજુબાજુના ૧૨ ગામની જમીન વર્ષ ૧૯૯૭ તેમજ ત્યારબાદના જુદાજુદા સમયે
સરકારી લિગ્નાઇટ કંપની જીપીસીએલ દ્વારા સંપાદિત કરવામાં આવી હતી, જો કે ૧૯૯૭ બાદ
આં તમામ જમીનો જીપીસીએલની માલિકીની છે તેમજ આ જમીન માટે જે તે સમયે ખેડૂતોને વળતર
પણ આપી દેવામાં આવ્યું છે, જો કે હાલ વીજળી ઉત્પાદન કરતા સરકારી યુનિટોમાં
લિગ્નાઇટની તંગી ઉભી થઇ છે, ભાવનગર નજીકના પડવા પ્લાન્ટ માં પણ લિગ્નાઇટની તંગી
સર્જાઈ છે જેના કારણે સરકાર દ્વારા આ સંપાદિત કરેલ જમીન પર તાકીદે માઈનીંગ કામગીરી
શરુ કરવાના આદેશના પગલે થોડા દિવસ પહેલા જીપીસીએલ દ્વારા આ જમીન પણ માઈનીંગ કરવા આવતા
જે તે સમયે ગામલોકોના વિરોધના કારણે જતું રહેવું પડ્યું હતું,
જો કે આજે કોઈપણ સંજોગમાં આ
જમીન પણ માઈનીંગ કામગીરી શરુ કરવાના નિર્ધાર સાથે જીપીસીએલના માણસો મસમોટો પોલીસ
બંદોબસ્ત સાથે હોઈદડ ગામ નજીક આવી પહોચ્યા હતા, જો કે સામે ૧૨ ગામના લોકો પર્ણ
કોઈપણ સંજોગમાં આ જમીનો પર માઈનીંગ કામગીરી શરુ કરવા દેવામાં નહી આવે તેવા નિર્ધાર
સાથે હજારોની સંખ્યામાં મહિલાઓ, બાળકો સહીત લોકો રોડ પર ઉતરી આવ્યા હતા, ગામલોકો
નો એક જ નિર્ધાર હતો કે કોઇપણ સંજોગમાં જમીન નહી આપવાનો નિર્ધાર કરીને રોડ પર બેઠી
ગયા હતા,જો કે પરિસ્થિતિ જોતા પોલીસે તેમજ કંપનીના અધિકારીઓ દ્વારા આજુબાજુના
ગામલોકોના આગેવાનો ને માળી તેઓ સાથે સમજાવટ કરી અને તેમની શું માંગો છે તે અંગે
વાટાઘાટો કરી હતી. સમય અને સંજોગ મુજબ આગેવાનો દ્વારા જીપીસીએલ ના મેનેજર ને
લેખિતમાં ૪૫ દિવસનો સમય આપવા માંગ કરી હતી, ગામલોકો મુજબ હાલ નવી સરકાર રચાઈ રહી
છે ત્યારે સરકાર બની ગયા બાદ તેમના મંત્રી સાથે બેઠક કરી અને જે નિર્ણય સરકાર આપશે
તે મુજબ તેઓને ૪૫ દિવસ નો સમય આપવા માટે માંગ કરવામાં આવી છે.
ગામલોકો અને સ્થાનિકોની માંગ
ને લઈને જીપીસીએલ ના મેનેજરે સમય સંજોગો જોતા વધુ એક વાર આખરી વાર ૪૫ દિવસનો સમય
આપ્યો હતો ત્યાર બાદ જો સરકાર દ્વારા અન્ય કોઈ નિર્ણય નહિ આવે તો કંપની દ્વારા
માઈનીંગ કરવામાં આવશે અને ગામલોકો દ્વારા પણ પ્રકારનો વિરોધ નહિ કરવામાં આવે તેવી
બાહેધરી લીધી હતી, જો કે ગામલોકો હાલ ૪૫ દિવસ નો સમય માંગ્યો છે પરંતુ તેઓ કોઇપણ
સંજોગમાં જમીન નહી આપવાનો નિર્ણય પર અડગ હોવાનું જણાવી રહ્યા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો