BREAKING

ભાવનગર જીવદયાપરિવાર દ્વારા એનિમલ એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરવામાં આવ્યું



ભાવનગર-૮ જુલાઈ-૧૭

ભાવનગર જીલ્લા જીવદયા પરિવાર અને અખિલ ભારતીય નવયુગ સંસ્થા દ્વારા આજે ભાવનગર ખાતે અનીમલ એમ્બ્યુલન્સનું સંતો મહતો અને મેયરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, આ એમ્બ્યુલન્સ ચોવીસ કલાક બીમાર અને અશક્ત ગાયોની સ્થળ પરથી ગૌશાળા કે પશુ દવાખાને પહોચાડવાની કામગીરી કરશે,
          

હિંદુ ધર્મ માં ગાય ને માતાનું બિરુદ આપવામાં આવ્યું છે પરંતુ આજ ગાય આજે નિરાધાર અને નિસહાય બની ગઈ છે, જ્યારે આવી નિરાધાર ગાય બીમાર પડે છે કે રોડ પર કોઈ અકસ્માત થાય છે ત્યારે તેની સેવા માટે કોઈ હોતું નથી અને દર્દ થી પીડાઈ-પીડાઈ ને મોતને ભેટે છે, સારવાર ના અભાવે આવી કેટલીય ગાયો કે ગૌવંશ મોતને ભેટતા હોય છે ત્યારે તેમની વ્હારે હવે ભાવનગર જીલ્લા જીવદયા પરિવાર અને અખિલ ભારતીય નવયુગ સંસ્થા આવી છે, આ બંને સંસ્થાઓ દ્વારા અને જીવદયા પરિવારના દાતાઓના સહયોગ થી આજે ભાવનગર શહેરમાં આવી નિરાધાર, નિસહાયબીમાર અને અશક્ત ગાયોની બીમારી કે અકસ્માતના સમયે પ્રાથમિક સારવાર મળી રહે તેમજ તેને ગૌશાળા કે પશુ દવાખાને પહોચાડવા માટે એક એનિમલ એમ્બ્યુલન્સ લોકાર્પણ કરવામાં આવી છે, આજે શહેરના તપસ્વી બાપુની વાડીયેથી મેયર તેમજ સાધુ સંતોની ઉપસ્થિતિમાં આ એનિમલ એમ્બ્યુલન્સ લોકાર્પણ કરવામાં આવી હતી, આ એનીમલ એમ્બ્યુલન્સ ૨૪ કલાક ગાયોની સેવા કરવા માટે તૈયાર રહેશે અને ભાવનગર શહેર તેમજ ભાવનગર ની આજુબાજુના પાંચ કીલોમીટરના વિસ્તારમાં આ એમ્બ્યુલન્સ બીમાર તેમજ અશક્ત ગાયોની પ્રાથમિક સારવાર અને તેને ગૌશાળા સુધી પહોચાડવાની કામગીરી કરવામાં આવશે અને તેની સાથે ભાવનગર જિલ્લના ગૌસેવકો પણ જોડાશે જે પણ વિસ્તારમાં આવી ગાય હોય તો ૯૭૨૩૩૦૦૨૦૦ પર કોલ કરવાથી આ એમ્બ્યુલન્સ આવી અને ગાયને સારવાર આપશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો