BREAKING

ભાવનગર લોકમેળામાં કિંજલ દવે અને અરવિંદ વેગડા ધૂમ મચાવશે.








ચાર ચાર બગડી ફેઇમ કિંજલ દવે અને અરવિંદ વેગડા ધૂમ મચાવશે

બ્લડ ડોનેશન કેમ્પ માટે બ્લડબેન્ક ની વાન પણ રહેશે.

ભાવનગર.
સંસદીય સચિવ શ્રીમતી વિભાવરીબેન દવે દ્વારા ભાવનગરના જવાહર મેદાન ખાતે તા. ૧૪ ઓગષ્ટથી ૧૬ ઓગષ્ટ સુધી ફ્રી જન્માષ્ટમી લોકમેળો યોજાશે.

આજે સર્કીટ હાઉસ ખાતે સંસદીય સચિવ શ્રીમતી વિભાવરીબેન દવેએ પત્રકાર પરિષદ યોજી અને જણાવ્યુ હતું કે પંડિત દિનદયાળજી જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે તેઓ સ્વખર્ચે એટલે કે અંદાજીત રૂપિયા ૧૫થી ૧૮ લાખના ખર્ચે અને  ગુજરાત રાજ્ય યુવક સેવા સાંસ્ક્રુતિક વિભાગ, ગુજરાત રાજ્ય સંગીત નાટ્ક અકાદમીના સહયોગથી ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે તા. ૧૪ ઓગષ્ટથી ૧૬ ઓગષ્ટ સુધી ફ્રી જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરી રહ્યા છે. જેમાં પ્રદેશ ભા. જ. પ. પ્રમુખ  જીતુ વાઘાણી ઉદ્ઘાટક તરીકે તથા મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રિય સડક પરિવહન મંત્રી મનસુખભાઈ માંડવિયા,  રાજ્યના માન. મંત્રી જશાભાઈ બારડ, આત્મારામભાઈ પરમાર,  શહેરના મેયર શ્રીમતી નીમુબેન બાંભણીયા, જગદીશભાઈ પટેલ, પંકજભાઈ ભટ્ટની વિશેષ ઉપસ્થિતિ રહેશે. 

       આ જન્માષ્ટમી  લોકમેળો ગરીબો, વંચિતોના બાળકો  આનંદ સાથે માણી શકે તેવા શુભ હેતુસર ૬૦ રાઈડમાં ફ્રી બેસવા માટે તેમને પાસ અપાશે. દિવ્યાંગ એવા ૧૦૦૦/- (એક હજાર) બાળકો,  આંગણવાડીના ૫૦૦૦/-(પાંચ હજાર) બાળકો તેમજ શહેરના તમામ વિસ્તારના જરૂરીયાતમંદ એવાં અંદાજે ૨૦થી ૨૫ હજાર બાળકોને વિના મુલ્યે રાઈડ પાસ અપાશે. રાજ્યના અન્ય શહેરોમાં યોજાતા જન્માષ્ટમી લોકમેળામાં બાળકો માટે પાસના નાણા લેવામાં આવે છે જ્યારે ભાવનગર ખાતે ફ્રી સુવિધા છે.  તા. ૧૪ના રોજ રાત્રે મશહુર કલાકાર અરવિંદ વેગડા, તા. ૧૫ના રોજ કિંજલ દવે તેમજ તા. ૧૬ના રોજ કલાપથ ગ્રુપ, બજરંગ કલાગ્રુપ, તેમજ વિવિધ સંસ્થા દ્વારા સાંસ્ક્રુતિક કાર્યક્રમો રજુ કરવામાં આવશે. બ્લ્ડ ડોનેશન માટે વાન તથા સ્ટોલ રાખવામાં આવશે. સમગ્ર ભાવનગરને ધ્યાનમાં રાખીને આ લોકમેળાનું લોકોના હિતાર્થે આયોજન કરાયુ છે. આ લોક્મેળો તા. ૧૪થી ૭ દિવસ સુધી ચાલશે. તેઓએ ભાવનગરના લોકોને આ મેળામાં બ્લ્ડ ડોનેશન કરી અને ઉત્તમ પ્રકારે માનવતાનું કામ કરવા ખાસ અનુરોધ કર્યો છે. આ પત્રકાર પરિષદમાં મેયર શ્રીમતી નીમુબેન બાંભણીયા, નાયબ મેયર મનભા મોરી, શાસકપક્ષના નેતા યુવરાજસિંહ ગોહિલ, અમોહભાઈ શાહ, શહેરના પદાધિકારીઓ અગ્રણી નાગરિકો તથા પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનીક મીડિયાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો