સૌજન્ય-વિપુલ બારડ
આગામી 1 જુલાઇથી જીએસટીનો અમલ થવા જઇ રહ્યો છે ત્યારે આ નવા કાયદાની જટિલતા એક જ
વર્ષમાં 37 રિટર્ન ભરવા તેમજ અન્ય કડાકૂડ ભરી મથામણને
કારણે વેપારીઓમાં જબ્બર રોષ જાગ્યો છે ત્યારે જીએસટીના અમલને ગણતરીના કલાકો બાકી
છે ત્યારે નિયમોમાં ફેરફારની માંગ અને અસ્પષ્ટતાઓ દુર કરવા ભાવનગરના વિવિધ વેપારી
એસો. દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાલનું એલાન કરી રેલી યોજી અધિક કલેકટરને
આવેદનપત્ર પાઠવ્યું.
જીએસટીના અમલને લઈને સમગ્ર રાજ્યમાં
વિરોધનો સુર ઉઠ્યો છે ત્યારે આજે ભાવનગરના ગ્રેઇન એન્ડ સીડસ મરચન્ટ એસોસિએશન, ક્લોથ મરચન્ટ એસોસિએશન, ફર્નિચર એસોસિએશન, ઉંડી વખાર વેપારી એસોસિએશન સહિતના વિવિધ એસોસિએશનોએ
હડતાલ જાહેર કરી દીધી છે અને સરકારને અનુરોધ કર્યો છે કે આ તમામ વેપારી એસોસિએશન
ની રજૂઆતોનું નિરાકરણ આવ્યા બાદ જ જીએસટીનો અમલ કરવામાં આવે. જીએસટીના કાયદાના
અમલીકરણને હવે જ્યારે ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે આમ છતાં આ કાયદાના નિયમો, નમૂનાઓ તથા વેરાના દર બાબતે હજુ ઘણીબધી
અસ્પષ્ટતાઓ વેપારીઓમાં પ્રવર્તી રહી છે, ખાસ કરીને કાપડ બજાર અને અનાજ બજાર કાયદા
હેઠળ હજુ સુધી કોઇ પણ વેરો ભરવા જવાબદાર થયા નથી. આવા સંજોગોમાં આ બજારમાં
વેપારીઓને પ્રથમ વખત જ વેરાકીય કાયદાની જોગવાઇ હેઠળ લાવવામાં આવી રહ્યાં હોય
ત્યારે તે કાયદાની સંપૂર્ણ સમજ આવા વેપારીઓને આપવી એ સરકારની પ્રથમ ફરજ બની રહે
છે. જે સમગ્ર માંગને લઈને આજે વિવિધ વેપારી એસોસીએશન ના આગેવાનો, સભ્યો દ્વારા એક
વિશાલ રેલી રેલી યોજી અને અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવી અને તેમની માંગ સરકાર
સુધી પહોચાડવા રજૂઆત કરવામાં આવી હતી.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો