BREAKING

ખેડૂત સમાજ દ્વારા પ્રતિક ધરણા-ખેડૂતોના દેવા માફ કરવા બુલંદ માંગ.





સૌજન્ય-વિપુલ બારડ

હાલ દેશમાં અન્ય રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે ત્યારે ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ કરવા માટે વિવિધ ખેડૂતોના સંગઠનો દ્વારા સરકારને વિવિધ કાર્યક્રમો આપી ને રજૂઆત કરવામાં આવી રહી છે ત્યારે આજે ભાવનગર ખેડૂત સમાજ સંગઠન દ્વારા એક દિવસીય પ્રતિક ધરણા કરીને કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

હાલના સમય માં ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે ખેતીના પાકોના પૂરતા ભાવ મળતા નથી, પિયતની સગવડતા નથી, સરકાર દ્વારા પુરતી વીજળી આપવામાં આવતી નથી, બિયારણ કે ખાતર પર સરકાર દ્વારા પુરતી સહાય આપવામાં આવતી નથી જેના કારણે ખેડૂત ધીમે ધીમે દેવાના ડુંગર તળે દબાઈ રહ્યો છે, અને ખેડૂત આત્મહત્યા કરવા તરફ જઈ રહ્યો છે ત્યારે ગુજરાત શિવાયના અન્ય રાજ્યોની સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે, ખેડૂતોના આ પ્રશ્નોને લઈને ગુજરાતમાં ખેડૂતોના વિવિધ સંગઠનો, વિપક્ષ સહીત હવે ખેડૂતોના પ્રશ્ને આગળ આવી રહ્યા છે અને સરકારને ખેડૂતોના દેવા માફ કરવા અને પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે રજુઆતો થઈ રહી છે,

ત્યારે આજે ભાવનગર જીલ્લાના ખેડૂત સમાજ દ્વારા ખેડૂતોના દેવા માફી અને ખેડૂતોની વિવિધ સમસ્યાને લઈને કલેકટર કચેરી સામે એક દિવસીય પ્રતિક ધરણા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જીલ્લાના ખેડૂત સમાજના આગ્રાણીઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી અને ખેડૂતોના વિવિધ પ્રશ્નો સરકાર સુધી પહોચાડવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જો કે ખેડૂતોના પ્રશ્ને યોજાયેલ ધરણા પ્રદર્શન કાર્યક્રમમાં આગેવાનો શિવાય કોઈ ખેડૂત ફરક્યું ના હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો