


તસ્વીર- મિલિંદ શાહ
ભાવનગર શહેરના જવાહર મેદાનમાં આજથી ત્રિદિવસીય ગુજરાત પોલો કપ નો પ્રારંભ થયો છે.ભારતીય અને વિદેશી પોલો ખેલાડીઓની સંયુક્ત ૬ ટીમો વચ્ચે આજથી શરુ થયેલી ગુજરાત પોલો કપ ના ઉદઘાટન પ્રસંગે ભાવનગર રાજવી પરિવાર,ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી-રમતગમત મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી,અભિનેત્રી સની લિયોન-મેયર તેમજ તમામ ટીમો ના માલિકો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ભાવનગરના જવાહર મેદાન ખાતે તારીખ ૭ થી ૯ એપ્રિલ સુધી યોજાનારી ત્રિદિવસીય ગુજરાત પોલો કપ નો આજથી ભવ્ય પ્રારંભ થયો હતો.સપ્ટેમ્બર ૨૦૧૭ માં લોન્ચ થનારી ચેમ્પિયન્સ પોલો લીગ “ન્યુ અવતાર ઓફ પોલો”માટે નક્કી કરાયેલા નિયમો અને ધારાધોરણ મુજબ ગુજરાત પોલો લીગ રમાશે.નવા ફોરમેટમાં નાઈટ ટાઈમ મેચ-નવા પોલો ગ્રાઉન્ડ ડાયમેન્શન-કસ્ટમાઇઝડ પોલો બોલ શરુ થયેલ “ગુજરાત પોલો કપ “ના ઉદઘાટન પ્રસંગે ભાવનગર રાજવી પરિવારના યુવરાજ ,ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી-રમતગમત મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી,અભિનેત્રી સની લિયોન-મેયર તેમજ તમામ ટીમો ના માલિકો સહિતના મહાનુભાવો તેમજ વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.પોલો કપ નો પ્રારંભ રાષ્ટ્રગાન અને બાઈકર્સ ની એન્ટ્રી સાથે થયો હતો.ત્યારબાદ ગુજરાત ના પ્રખ્યાત રાસ ગરબા રજુ કરવામાં આવ્યા હતા.અને ત્યારબાદ હિન્દી ફિલ્મો ની અભિનેત્રી સની લિયોન દ્વારા જોરદાર પરફોમન્સ રજુ કરવામાં આવ્યું હતું.ગુજરાત પોલો કપ નું સ્વપ્ન એક્રેસીલ ગ્રુપના ચેરમેન અને એમ.ડી ચિરાગ પારેખે સેવ્યું હતું અને તેનું સ્વપ્ન જયારે આજે સાકાર થઇ રહ્યું છે ત્યારે તેને જણાવ્યું હતું કે પોલો એ ખુબ રસપ્રદ અને શારીરિક ક્ષમતા નો પરિચય આપતી રમત છે.જે અંગે દેશના મોટાભાગ ના લોકો અજાણ છે.ત્યારે આપણી રાજાશાહી સમય ની રમત એવી પોલો સાથે વધુ ને વધુ લોકો ને સાંકળવા નો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ગુજરાત પોલો કપમાં કુલ ૬ ટીમો ભાગ લઇ રહી છે .જેમાં રેપીક્યોર કેરીસિલ કાવબોયઝ-લીલા રોયલ્સ-આઇપીસીએલ ઇમોર્તલ-આરકે મેક્ષટોન લાયન્સ-ઇસ્કોન હેમવિજય સ્ટેલીયંસ-ગોયલ હરિયાણા એમએમસી વરીયર્સ ટીમો જેમાં સમીર સુહાગ-બશીર અલી-ધ્રુવપાલ ગોદારા-સમશેર અલી-ગૌરવ સહેગલ-આંગડ કાલન સહિતના ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે .ઉપરાંત વિદેશી ખેલાડીઓ પણ ભાગ લઇ ગૌરવ અનુભવી રહ્યા છે .
ગુજરાત પોલો કપ ના પ્રારંભે ઉદઘાટન પ્રસંગે જીલ્લા કલેકટર-ડીડીઓ-આઈજી-એસપી સહિતના લોકો હાજર રહ્યા હતા જયારે આ પોલો કપ ના બીજા દિવસે શૈફ અલીખાન પટોડી –હર્ષવર્ધન કપૂર-કીર્તિ સેનન સહિતના નામી લોકો હાજર રહશે.જયારે અંતિમ દિવસે અનેક બીજા સ્ટાર કે રાજકીય નેતાઓ હાજર રહે તેવી શક્યતા સેવાય રહી છે .
ભાવનગર માં ગુજરાત પોલો કપ નો પ્રારંભ, સની લિયોને આપ્યું ધમાકેદાર પરફોમન્સ.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો