BREAKING

મહુવા ના કરમદીયા ગામનો જવાન જમ્મુ કાશ્મીરમાં શહિદ

ભાવનગરિજલ્લાનાં મહુવા તાલુકાનાં બગદાણા તાબેનાં કરમદીયા ગામનાં મૂળ વતની અને છેલ્લા ત્રણ વર્ષથી આર્મીમાં જોડાયેલા જવાનનું જમ્મુ-કાશ્મીર ખાતે આવેલ હીમસ્ખલનમાં દબાઈ જતાં શહિદ થયા હતા. દેવાભાઇનાં હજુ 1 વર્ષ પૂર્વે લગ્ન થયા હતા અને તેમનાં પત્નીનાં શ્રીમંત માટેનું મુહૂર્ત જોવડાવવા માટે તા.1-2-17નાં રોજ તેઓ માદરે વતન આવવાનાં હતાં તે પૂર્વે ઘટના બનતા પરિવારમાં ગમગીની સાથે શોકનું મોજુ ફરી વળ્યું હતું. 

ગુજરાતીમાં કહેવત છે કે, ‘ન જાણ્યું જાનકીના નાથે કાલે શું થવાનું છે’ ઉક્તિને સાર્થક કરતી ઘટના મૂળ ભાવનગર િજલ્લાનાં મહુવા તાલુકાનાં બગદાણા તાબેનાં કરમદીયા ગામનાં વતની અને છેલ્લા ત્રણ વર્ષથી આર્મીમાં જોડાયેલા અને જમ્મુ-કાશ્મીરમાં બોર્ડર િસક્યુરીટી તરીકે ફરજ બજાવતા જવાન પરમાર દેવાભાઈ હાજાભાઈ સાથે બનવા પામી છે. એક વર્ષ પૂર્વેજ લગ્નનાં પવિત્ર બંધને જોડાયેલા જવાન દેવાભાઈનાં પત્ની ગૌરીબેન કે જેઓ માદરે વતનમાં રહેતા હતા અને ઘોઘાનાં મલખીયા ગામે પિયર ધરાવે છે. તેમનાં સિમંતનું મુહૂર્ત કઢાવવા માટે દેવાભાઈ (ઉં.વ.26) તા.1-2-17નાં રોજ માદરે વતન આવવાનાં હતા અને તે માટે પરિવારમાં હરખની તૈયારીઓ આદરાઈ હતી. 

પરિવારમાં બે ભાઈ અને બહેનોનાં લાડકવાયા એવા દેવાભાઈ તાજેતરમાં જમ્મુ-કાશ્મીર ખાતે થયેલ હીમ સ્ખલનમાં બરફ હેઠળ દબાઈ જતાં શહીદ થયા છે. ઘટનામાં ભારતનાં કુલ પાંચ જવાનો શહીદ થયા છે. જેમાંનાં એક દેવાભાઈનો પણ સમાવેશ થાય છે. જવાન ના મૃતદેહ ને આજે કરદિયા ગામે લાવવામાં આવશે જ્યા પુરી આન બાન અને શાન થી અંતિમ વિધિ કરવામાં આવશે.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો