BREAKING

બોટાદના બોડી-પીપરડી ગામે વરઘોડામાં ફાયરીંગમાં એક યુવતી ઘાયલ...




રીપોર્ટ બાય-વિપુલ બારડ-ભાવનગર

ક્યારે કોઈ ની ખુશી કોઈ ના માટે માતમ બની જતી હોય છે ત્યારે આવી જ કઈક ઘટના બોટાદ ના બોડી-પીપરડી ગામે બનવા પામી, વરઘોડામાં થઈ રહેલા ફાયરીંગ દરમિયાન અગાસી પર વરઘોડો જોઈ રહેલ એક યુવતીના માથામાં ગોળી વાગતા ગંભીર હાલતે ભાવનગર ખસેડવામાં આવી છે.

સમગ્ર ઘટના ની વિગત જોઈએ તો બોટાદ જીલ્લાના બોડી-પીરડી ગામે આજે બપોર ના સમયે ગામ માં શિવરાજભાઇ બાબુભાઈ ખાચર ના ઘેર જાન આવેલ તેમાં વરઘોડામાં કેટલાક જાનૈયાઓ દ્વારા પોતાની ખાનગી બંદુક દ્વારા હવામાં ફાયરીંગ કરવામાં આવી રહ્યા હતા તે દરમિયાન આગાસી પર વરઘોડો નિહાળી રહેલ ગુણીબેન ભુપતભાઈ મીઠાપરા નામની યુવતી ના માથાના ભાગે અચાનક જ ગોળી વાગતા યુવતી ત્યાં ઢળી પડી હતી, જો કે સાથે વરઘોડો નિહાળી રહેલ તેની બહેન ને પ્રથમ તો કાંઈજ સમજાયું નહી પરંતુ જખમી હાલતમાં જોઈ જતા તેને પરિવાજનો દ્વારા તાકીદે એમ્બ્યુલન્સ મારફતે બોટાદ ની સોનાવાલા હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી પરંતુ ત્યાં તેની હાલત અતિ ગંભીર જણાતા ત્યાના ડોક્ટરોએ તેને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામ આવી હતી જ્યાં ડોકટરો તેની હાલત અતિ ગંભીર જણાવી રહ્યા છે. આ ઘટના અંગે પોલીસ ને જાણ થતા પાળીયાદ પોલીસ તેમજ બોટાદ પોલીસ ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો