ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મહંમદ
સાહેબ (સ.અ.વ.)ના જન્મ દવિસ નિમિત્તે ભાવનગરમાં આજે મુસ્લિમ સમાજ દ્વારા
ઇદે-મિલાદના પર્વની ઉજવણી ભાગ રૂપે શહેરમાં શાનદાર ઝુલુસ શહેરના મુખ્ય માર્ગો પર
શાનોશૌકતથી ફર્યું હતું અને આ ઝુલુસ માં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો
જોડાયા હતા તેમજ વિવિધ ફલોટસ પણ જોવા મળ્યા હતા જેમાં દેશભક્તિના ફ્લોટ આકર્ષણ નું
કેન્દ્ર બન્યા હતા.
ઇસ્લામ ધર્મના પયગંબર હજરત મહમદ
સાહેબના જન્મ દિવસ ની જિલ્લાભરમાં ભારે શાનોશૌકત થી ઉજવણી કરવામાં આવી હતી જેમાં
આજે ભાવનગર શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા ઝુલુસ કાઢવામાં આવ્યું હતું જેને ભાવનગર
ના ડીવાયએસપી સહિતના મહાનુભવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ઝુલુસમાં
ઘોડેસવારો, ઉંટગાડી, બગી, ઘોડાગાડી, ટ્રકો, બેન્ડવાજા તેમજ મુસ્લિમ સમાજના
બાળકો વેશભૂષા સાથે તથા નબી સાહેબના રોજાની પ્રતિકૃતિ સાથે બેનરો, જેમાં મિલાદ
પાર્ટીઓ તેમજ વાહનોમાં શૈક્ષણિક અને સફાઇ અભિયાન, વ્યસન મુક્તિ, બેટી બચાવો દાઉદી વ્હોરા
સમાજનું મહંમદી બેન્ડ આ ઝુલુસમાં પૂરી શાનોશૌકતથી જોડાયા હતા, ખાસ આ ઝુલુસમાં ત્રિરંગા
ના રંગ વાળા વાહનો પર લગાવેલ દેશભક્તિના બેનરો આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા,આ ઝુલુસના
રૂટ ઉપર યુવક મંડળો દ્વારા જૂની માણેકવાડી સહિતના વિસ્તારોમાં ઠેર ઠેર ન્યાજ વિતરણ
કરવામાં આવ્યું હતું. ઝુલુસ શાંતિ પૂર્ણ રીતે પૂરું થાય તે માટે પોલીસ દ્વારા તમામ
ડીવીજન ના પીઆઈ, ડીવાયએસપી, ટ્રાફિક પોલીસ, હોમગાર્ડના જવાનો, મહિલા પોલીસ સહિતના
બંદોબસ્તમાં જોડાયા હતા.


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો