વિપુલ બારડ- સુરત
એકે બાજુ કલાકો સુધી લાઈન માં ઉભા રહેવા છતાં પણ લોકો ને બે હજાર રૂપિયા મળતા નથી ત્યારે લોકો લખો કરોડો નો નવી નોટો ની હેરાફેરી કરી રહ્યા છે, સુરતમાંથી સચિન જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે એક કારમાંથી 76 લાખની બે હજારની નવી નોટ ઝડપી પાડી છે. હાલ પોલીસે કાર સવાર ચારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સચિન જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને કાર નં. એમએચ 15 ઈપી 4455 ને 76 લાખની બે હજારની ચલણી નોટો સાથે પકડી પાડી હતી. આ કારમાં સવાર 4 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. કારમાં મહારાષ્ટ્રનું પાસિંગ છે અને તે નાસિકથી આવતી હોવાનું જાણવા મળી રહ્યું છે. સચિન પોલીસે કારની સાથે ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. જેમાં 3 પુરુષો અને એક મહિલાનો સમાવેશ થાય છે.જો કે આ રીતે ઘણા કાળા ના ધોળા કરી રહ્યા છે, એ તો બાતમી મળતા બધું બહાર આવ્યું પરંતુ આવી રીતે કેટલીય નોટો નો હેરાફેરી થઇ રહી હશે તેનો અંદાજ લગાવી શકાય છે.
સુરત માં 76 લાખ ની બે હજાર ની નવી નોટો ઝડપાઇ.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો