શહેરના કુંભારવાડા ગોપાલ સોસાયટીમાં રામદેવપીરના મંદિર પાછળ એક રહેણાકી મકાનમાંથી છેલ્લા ત્રણ દિવસથી મકાનનો દરવાજો ન ખુલતા આજુબાજુના લોકોએ તપાસ કરતા દુર્ગધ આવતા આ અંગેની જાણ બોરતળાવ પોલીસને કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ તપાસ કરતા મકાનમાંથી ૫૦ વર્ષના આધેડનો મૃતદેહ મળી આવેલ પોલીસે જરૂરી કાગળો કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ પ્રવીણભાઈ કાળુભાઈ હોવાનું ખુલ્યું છે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે
the Gandhinagar News
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો