BREAKING

એક અકેલા થક જાએતો મિલકર બોઝ ઉઠાના...સાથી હાથ બઠાના..

સ્લિમ  બરફવાલા.સિહોર

સિહોરના અમીન સોડા વાળાની સેવાકીય પ્રવુતિને પ્રત્યેક લોકોએ બિરદાવી...

સિહોર ના મુસ્લિમ વેપારીએ એકી સાથે એક પ્રકાર ની સેવાકીય પ્રવૃત્તિ સાથે પ્રસરાવી માનવતા ની મહેક..

-હાલ સમગ્ર દેશભર ની બેંકો અને પોસ્ટ ઓફિસો પર લોકો ની પોતાની પાસે રહેલા ૫૦૦ અને ૧૦૦૦ ના દર ની નોટ ને બદલવા કે પોતાના ખાતા માં રૂપિયા જમા કરવા કે ઉપાડવા માટે લાંબી કતારો લાગી છે .લોકો વહેલી સવાર થી બેંકો માં લાઈનો માં લાગી જાય છે.ત્યારે બેંકો દ્વારા લોકો ને તડકા માં રાહત મળે તે માટે બેંકો ની બહાર મંડપ નાખવામાં આવ્યા છે.પરંતુ લોકો ની લાઈનો આખો દિવસ હોય લોકો પાણી અને ભૂખ થી ટળવળતા જોવા મળે છે તો અનેક લોકો રૂપિયા બદલાવવા માટે ના ફોર્મ ના હોય બેંક પાસે તો હેરાન થઇ રહ્યા છે ત્યારે અમુક અભણ લોકો ને ફોર્મ અંગે ની કોઈ માહિતી નથી હોતી અને કેમ ફોર્મ ભરવા તે બાબતે કોઈ જ્ઞાન હોતું નથી  આ તમામ મુશ્કેલીઓ નો અંત સિહોર ના એક મુસ્લિમ વેપારી એ પોતાની રીતે હલ કરવાનો પ્રયાસ કર્યો છે .સિહોર ની એસબીઆઈ ને બાદ કરતા તમામ અન્ય બેંકો ભાવનગર રોડ પર આવેલી છે .જે તમામ બેંકો નજીક એક ઝેરોક્ષ અને સ્ટેશનરી ની દુકાન ધરવતા અમીનભાઈ સોડા વાળા એ આવા કપરા સમય માં લોકો ની મદદે દોડી આવ્યા છે .અહી દેશ ના લોકો પરેશાન છે ત્યારે બધાને પોતાના ભારતીય ભાઈ-બહેન ગણી ને આ માનવી એ એક સાથે અનેક પ્રકાર ની સેવાકીય પ્રવૃત્તિ જાતે અને સ્વખર્ચે શરુ કરી છે .જેમાં આ અમીનભાઈ દ્વારા જે લોકો બેંકો ની બહાર લાઈનો માં ઉભા છે તેમના માટે પીવાના પાણી અને વડીલો તેમજ બાળકો માટે નાસ્તા ની પણ વ્યવસ્થા કરી છે .આ ઉપરાંત પોતે ઝેરોક્ષ ની દુકાન ધરાવતા  હોય જેથી તેમણે લોકો ને રૂપિયા બદલવા માટે ના જરૂરી ફોર્મ પણ બેંક પાસે ખૂટી જતા સ્વખર્ચે ઝેરોક્ષ કરી ને લોકો ને મફત માં આપી રહ્યા છે .આ ઉપરાંત જે લોકો ને આ અંગે કોઈ માહિતી નથી તેવા લોકો માટે ખાસ બે માણસો રાખી ને લોકો ને માર્ગદર્શન આપી રહ્યા છે તેમજ અન્ય બે લોકો ને લોકો ના ફોર્મ ભરી આપવા પણ કામે લગાડ્યા છે .આમ એક વ્યક્તિ દ્વારા અનેક પ્રકાર ની સહાય કરી ને એક હિન્દુસ્તાની તરીકે પોતાની માનવતા મહેકાવી છે .તેમની આ કાર્યશૈલી અને સેવા ને લોકો બિરદાવી રહ્યા છે  ત્યારે અન્ય ગામો અને શહેરો માં પણ લોકો આવી સેવાકીય પ્રવૃત્તિ શરુ કરે તેવો આ ઉત્તમ નમુના રૂપ છે..

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો